________________
નવી કળાનું વસ્તુ-દારિદ્ર જીવનના આવા બધા રસોથી વંચિત અને કશીય ધર્મપ્રતીતિ વગરના આપણ લોકોને મન, આપણા જીવનના પેલા શુદ્ર આનંદો અને નજીવી ચિંતાઓની તુલનામાં, આ બધાં કંટાળિયાં અને એકધારાં નીરસ લાગે છે! અને આપણું જીવન એટલે શ્રમ કે ઉત્પત્તિ કરનારું નહિ, પરંતુ આપણે માટે બીજાઓએ પેદા કરેલા માલને ઉડાવનારું અને નાશ કરનારું જીવન. એવા જીવનવાળા આપણે એમ માનીએ છીએ કે, આપણા સમયના અને આપણા વર્ગના લોક જે લાગણી અનુભવે છે, તે બહુ મહત્ત્વની અને વૈવિધ્યપૂર્ણ છે. પરંતુ, ખરું જોતાં, આપણા વર્ગના લોકની લગભગ બધી જ લાગણીઓ, અતિ નજીવી ને સાદી એવી, માત્ર ત્રણ જ લાગણીઓમાં સમાઈ જાય છે ગર્વ, કામવાસના, અને જીવન વિષે થાક અને કંટાળો. એ ત્રણમાંથી ફૂટતા ફણગા સાથે, આ ત્રણ લાગણીઓ ધનિક વર્ગોની કળાનો લગભગ એકમાત્ર વસ્તુ-વિષય બને છે.
શરૂમાં જ્યારે ઉપલા વર્ગોની આગવી વાડાબંધીવાળી કળા સાર્વભૌમ લોકકળાથી છૂટી પડી, ત્યારે એનો મુખ્ય વસ્તુ-વિષય ગર્વભાવ કે વર્ગનું અભિમાન હતો. આ સમય એટલે યુરોપીય જ્ઞાનોદય અને ત્યાર પછીનો, કે
જ્યારે કલાકૃતિઓનો મુખ્ય વિષય પોપો, રાજાઓ અને મોટા ઉમરાવો (ડણૂક) જેવા સમર્થ લોકોની સ્તુતિ કે ગુણગાન કરવાનો હતો. તે લોકોના માનમાં ગીતો ને રાસ-ગરબા, પવાડા અને સ્તોત્રો રચાતાં; તેમનાં ચિત્રો દોરાતાં ને બાવલાં કોતરાતાં. એમ અનેક રસ્તે તેમની ખુશામત થતી.
પછી એ કળામાં કામવાસનાનું તત્ત્વ વધુ ને વધુ પેસવા લાગ્યું; અને, (સાવ થોડા અપવાદ જવા દો, અને નાટકો તથા નવલોમાં તો નિરપવાદ) હવે તે વાસના ધનિક વર્ગોના દરેક જાતના કલોત્પાદનનું આવશ્યક લક્ષણ બન્યું છે.
અને ધનિક કળાની ત્રીજી લાગણી, એટલે કે, માનવજીવનમાં અસંતોષ કે અતૃપ્તિની લાગણી, તે તેનીય પછી અર્વાચીન કળામાં દેખાઈ. ચાલુ (એટલે કે ૧૯મા) સૈકાની શરૂઆતમાં આ લાગણી માત્ર બાયરન, લિપાડ, અને પછીથી હીન –એ થોડાક (અપવાદ જેવા) અસામાન્ય