________________
નવી કળાનું વસ્તુ-દારિદ્ર
६७ લેખકોએ વ્યક્ત કરેલી ખરેખર નવી, મહત્ત્વપૂર્ણ અને અપાર વૈવિધ્યભરી લાગણીઓ ઝરી હતી. એવું જ યહૂદી પ્રજામાં પણ થયું હતું. તેમના પેગંબરોએ વ્યક્ત કરેલી પેલી નવી અને મહત્ત્વપૂર્ણ લાગણીઓ એકેશ્વરવાદના એમના ધર્મસાક્ષાત્કારમાંથી નીકળી હતી. તેમ જ મધ્યયુગના કવિઓનું પણ હતું, કે જેઓ સ્વર્ગીય દેવપરંપરા (“હાયરાક”)માં માનવાની સાથે કૅથલિક ધર્મસંઘમાં પણ માનતા હતા. અને સાચા ખ્રિસ્તી ધર્મનો જે માનવબંધુતાનો ધર્મસિદ્ધાંત છે, તેને સમજેલા આજના મનુષ્યને માટે પણ એ નિયમ લાગુ પડે છે.
ધર્મપ્રતીતિમાંથી ઝરતી તાજી ઊર્મિઓનું વૈવિધ્ય અપાર છે; અને તે બધી નવીન હોય છે, કેમ કે ધર્મપ્રતીતિ એટલે પોતાની આસપાસની સૃષ્ટિ સાથે મનુષ્યના નવા સંબંધરૂપી એક નવીન વસ્તુના જન્મનું સૂચન; એ સિવાય ધર્મપ્રતીતિનો બીજો કશો અર્થ નથી. પરંતુ મજા કે આનંદની વાસનામાંથી ઝરતી ઊર્મિઓ તો ઊલટી મર્યાદિત હોય છે એટલું જ નહિ, પરંતુ તે લાંબા વખતથી અનુભવેલી અને વ્યક્ત થયેલી હોય છે. અને તેથી યુરોપના ઉપલા વર્ગોની અશ્રદ્ધાએ તેમને કંગાળમાં કંગાળ વસ્તુવિષય પર નભતી કળાવાળા જ રાખ્યા છે.
ઉપલા વર્ગોની કળાના વસ્તુવિષયના દારિઘમાં વળી વધારો થયો તે એ હકીકતથી કે, ધર્મભાવનાવાળી મટવાથી તે કળા લોકપ્રિય થતી પણ અટકી; અને આથી પણ તેણે વહવાની લાગણીઓનું ક્ષેત્ર ઘટયું. કારણ કે, સત્તાધારી અને ધનિક લોકોને જીવનનિર્વાહ માટેની મજૂરીનો
અનુભવ નથી હોતો, એટલે તેમના અનુભવમાં આવતી ઊર્મિઓનો વિસ્તાર, મજૂરિયાત લોકોની ઊર્મિઓના વિસ્તાર કરતાં, વધારે કંગાળ, વધારે મર્યાદિત, અને વધારે નજીવો કે ક્ષુલ્લક હોય છે.
આપણા મંડળના લોકો ને કલામીમાંસકો સામાન્ય રીતે આથી ઊલટું જ માને છે ને કહે છે. ગૉન્ચરેવ નામે લેખક એક ભારે હોશિયાર ને ભણેલો માણસ છે, પણ પૂરો શહેરી અને કલામીમાંસક છે. તેણે કહેલી એક વાત મને અહીં યાદ આવે છે. તે કહે કે, ટર્જીનેવની