________________
$$
કળા એટલે શું ?
અનુભવેલી એવી નવી લાગણીઓ વહન કરે. જેમ બુદ્ધિ કે વિચારની કૃતિ ત્યારે સાચી કહેવાય કે જ્યારે તે નવા ભાવો ને નવા વિચારો આપે, અને નહિ કે અગાઉ જાણેલાઓને ફરી ફરી કહ્યા કરે; તે જ પ્રમાણે કલાની કૃતિ ત્યારે જ ખરી કહેવાય, કે જ્યારે તે માનવ જીવનપ્રવાહમાં (ગમે તેવી નજીવી છતાં) નવી લાગણી કે ઊર્મિ આણે. આ ઉપરથી સમજાય છે કે, બાળકો અને યુવકોએ પૂર્વે નહિ અનુભવેલી લાગણીઓને જે કલાકૃતિઓ તેમને પહોંચાડે છે, તે શાથી કરીને એટલી બધી સંગીન અસર તેમના ઉપર કરે છે.
એવી જબરી અસર, તદ્દન નવી અને પહેલાં માણસે કદી નહિ વ્યક્ત કરેલી એવી લાગણીઓથી, લોકો ઉપર પણ થાય છે. આવી લાગણીઓનો ઝરો ધર્મપ્રતીતિ જ છે. પરંતુ ઉપલા વર્ગના લોકો લાગણીઓને તેને આધારે નહિ, પરંતુ તેઓ જેટલી મજા કે આનંદ આપે તે પ્રમાણમાં તેમને નાણતા થયા. એટલે પેલી સાચી લાગણીઓનો મૂળ ઝરો જ તેઓ ખોઈ બેઠા છે. માનવ અનુભવમાં મજા કે સુખભોગના કરતાં વધારે જૂનું કે વધારે ખાઈબદાયેલું બીજું કશું જ નથી; અને દરેક યુગના પોતાના ધર્મભાનમાંથી ઝરતી લાગણીઓ કરતાં કશું જ વધારે તાજું કે નવીન નથી હોતું. અને આ બાબતમાં બીજું હોઈ પણ ન શકે: મનુષ્યની મજા કે સુખભોગની વૃત્તિને, કુદરતે આંકેલી મર્યાદાઓ છે; પરંતુ માનવજાતની આગળ પ્રગતિ,− કે જે તેના ધર્મભાનરૂપે વ્યક્ત થાય છે,− તેને કશી હદ નથી. માનવજાતે આગળ ભરેલા દરેક પગલા વખતે, – અને આવી આગેકૂચ તેની ધર્મપ્રતીતિમાં વધારે સ્પષ્ટતા ને સમજ આવવાને પરિણામે થયેલી છે, મનુષ્યો તાજી અને નવીન લાગણીઓ અનુભવે છે. અને તેથી કરીને અમુક યુગના લોકો જીવન વિષેની સમજ કે દૃષ્ટિની જે સર્વોચ્ચ કક્ષાએ પહોંચ્યા હોય, તેને બતાવનારી એવી જે તેમની ધર્મપ્રતીતિ, તેના પાયા ઉપર જ, માણસે અગાઉ કદી હિ અનુભવેલી એવી, નવી, તાજી ઊર્મિ ઊઠી શકે છે. પ્રાચીન ગ્રીકોની ધર્મપ્રતીતિમાંથી, હોમર અને ‘ ટ્રેજેડી ’ના