________________
નવી કળાનું વસ્તુ-દારિદ્ર યુરોપના ઉપલા વર્ગોની અશ્રદ્ધાનું પરિણામ એવું આવ્યું કે, (ધર્મપ્રતીતિમાંથી ઝરતી) જે સર્વોચ્ચ લાગણી કે ભાવનાઓએ માનવજાત પહોંચી હોય, તેમનું વહન કરવાના હેતુવાળી કલા-પ્રવૃત્તિને બદલે, આપણને એવી પ્રવૃત્તિ સાંપડી – કે જેનો હેતુ સમાજના અમુક વર્ગને વધારેમાં વધારે મજા કે આનંદ આપવાનો છે. અને કલાના વિશાળ પ્રદેશમાંથી જે ભાગ આ ખાસ મંડળના લોકને મજા કે આનંદ પૂરો પાડે છે, તે ભાગની ચોતરફ વાડ કરી તેને અલગ આંતરી લેવામાં આવ્યો છે, અને તેને એકલાને જ કળા કહેવામાં આવે છે.
કળાના આખા પ્રદેશમાંથી, કળા તરીકે અંકાવા નાલાયક એવા ભાગની આ પ્રકારે પસંદગી થઈ અને તેનું મહત્ત્વ સ્વીકારાયું, તેનાથી યુરોપીય સમાજ પર થયેલી નૈતિક અસર તો અલગ રહી; પરંતુ કલાની આ વિકૃતિએ કલાવસ્તુને જ નબળી કરી છે અને લગભગ તેનો નાશ કર્યો છે. પહેલું મોટું પરિણામ એ આવ્યું કે, કળાને છાજતો તેને જે અપાર વિવિધ અને ઊંડો એવો ધાર્મિક વસ્તુ-વિષય, તેને કળા ખોઈ બેઠી. બીજું પરિણામ એ આવ્યું કે, જનતાનું એક નાનું મંડળ જ નજરમાં રહેવાથી, કળાની આકાર-સુંદરતા ગઈ અને તે વેળી અને અગમ્ય બની ગઈ. અને ત્રીજું તથા મુખ્ય પરિણામ એ આવ્યું કે, તે સ્વાભાવિક ને પ્રામાણિક કે સત્યનિષ્ઠ (“sincere') થતી પણ બંધ થઈ અને તદ્દન કૃત્રિમ અને કિલટ મગજમારી કે માનસિક પીંજણરૂપ જ બની.
કલાના વસ્તુ-વિષ્યમાં દારિદ્ય કે કંગાલપણાનું પહેલું પરિણામ આવ્યું તે એ કારણે કે, સાચી કલાકૃતિ એને જ કહેવાય કે જે અગાઉ મનુષ્ય નહિ
ક–૫