________________
કળામાં વાડાબંધી
૬૩
વિષયા બને છે? દા. ત. સ્વમાન, દેશપ્રેમ, અને કામોપભાગ. આ લાગણી એક મહેનતુ મજૂરિયાત માણસમાં માત્ર મૂંઝવણ અને ધિક્કાર કે ક્રોધ જગવે છે. તેથી મજૂરિયાત વર્ગોને, તેમની નવરાશના વખતમાં, આજની કળાના કળશરૂપ ગણાતું બધું જોવા વાંચવા કે સાંભળવાની તક આપવામાં આવે, (કે જેવું કેટલેક અંશે ચિત્રશાળા, જાહેર જલસા અને પુસ્તકાલયો મારફતે શહેરોમાં થાય છે,) તેમ છતાં (જેટલે અંશે તે માણસ મજૂર છે અને આળસથી વિકૃત થયેલા લોકોની જમાતમાં સરવાનું તેણે શરૂ નથી કર્યું, તેટલે અંશે,) તે મજૂર માણસ આપણી લિત કળાનું કાંઈ નહિ પામી શકે; અને જો કદી તેને સમજશે જ, તેાય તે એવું હશે કે જે તેના આત્માને ઉન્નત નહિ કરે, પણ ચાક્કસ ઘણાખરાને તે ભ્રષ્ટ કે વિકૃત જ કરશે. તેથી કરીને, વિચારવંત અને પ્રમાણિક લોકોને જરાય શંકા ન હોઈ શકે કે, આપણા ઉપલા વર્ગાની કળા કદી આખી પ્રજાની કળા ન થઈ શકે.
પરંતુ, જો કળા એક મહત્ત્વની વસ્તુ હોય, અને કલા-ભક્તો હોંશથી કહ્યા કરે છે તેમ, ધર્મ પેઠે મનુષ્યને એક આધ્યાત્મિક આશિષરૂપ હોઈ, બધાં મનુષ્યોને માટે તે આવશ્યક હાય, તે તે દરેકને સુલભ હાવી જોઈએ. અને આજની જેમ જો તે બધાને સુલભ ન હાય, તે તેના વડે બેમાંથી એક વાત સિદ્ધ થાય છે કે, યા તેા કળાને જેવી મહત્ત્વની વસ્તુ કહેવામાં આવે છે એવી મહત્ત્વની વસ્તુ તે છે જ નહિ, અથવા જેને આપણે કળા કહીએ છીએ તે સાચી કળા નથી.
આ કોયડા અનિવાર્ય છે, અને તેથી ખંધા અને અનીતિમાન લેાકો તેની એક બાજુને ઇન્કાર કરીને તેને એવી રીતે ટાળવાને પ્રયત્ન કરે છે કે, સામાન્ય પ્રજાને કળાના હક છે એ જ અમે સ્વીકારતા નથી.
66
* સ્વમાન એટલે શું તે સમજાવવા મોડે નીચે આ ટીપ મૂકી છેઃ આ લખાયું ત્યારે, ચુરાપના ખીન્ન દેશેા પેઠે રશિયામાં ઉપલા વર્ગોમાં દ્વયુદ્ધ ખેલવાનો રિવાજ હતેા.”