________________
કળામાં વાડાબંધી ગાયકવાદકો-નૃત્યકારો-ને-નટો જેવા ખાસ તદ્વિદો, જે હદે પોતાની આવડતની પૂર્ણતા મેળવે છે, તે હદે જઈ શકે અને એ જ ગુલામીની પરિસ્થિતિ હોય તો એવી લલિત કળાઓને કદરનારો લલિત સમુદાય સંભવી શકે. મૂડીના ગુલામોને મુક્ત કરો તેની સાથે જ આવું લલિત કલોત્પાદન અશકય થઈ જશે.
પરંતુ ન કબૂલી શકાય તેય આપણે કબૂલી લઈએ કે, જેને આપણે કળા ગણીએ છીએ તેવી કળા, માનો કે, બધા લોકને માણવા મળે એવાં સાધન યોજવામાં આવે; છતાં, ત્યાં એક બીજી હકીકતનો વિચાર સામે આવે છે, જે એમ બતાવે છે કે, “ફેશનેબલ’ કળા એ સૌની કલા-સમસ્ત ન હોઈ શકે, આ કળા આમપ્રજાને ન સમજાય એવી–અગમ્ય છે. આનું શું? પહેલાં લોકો લૅટિનમાં કાવ્યો લખતા; પરંતુ નવા કલાકારોની કલાકૃતિઓ* આમપ્રજાને એવી તો અગમ્ય છે કે જાણે તે સંસ્કૃતમાં લખાઈ હોય !
આનો સામાન્ય રદિયો એવો અપાય છે કે, લોકો જો આપણી કળા નથી સમજતા તો એનાથી તો એમ સિદ્ધ થાય છે કે, લોકો એટલા વિકસેલા જ નથી; અને કળા જ્યારે આગળ નવું પગલું ભરે છે ત્યારે દરેક વખતે આમ જ બન્યું છે. શરૂમાં તે કદી નથી સમજાતું; પણ પછીથી લોકો તેનાથી ટેવાતા જાય છે. આપણી વર્તમાન કળા વિશે પણ એમ જ બનશે; તે કળાને ઉત્પન્ન કરનારા અમ ઉપલા વર્ગોના લોકો જેટલો જ્યારે દરેક જણ કેળવાશે, ત્યારે તેને એ બધું સમજાશે.
આપણી કળાને બચાવ કરનારા લોકો આ પ્રમાણે જવાબ આપે છે.
એમ કહે છે કે, લખાય છે તે દેશની સ્વભાષામાં; પરંતુ તે એવી રીતે લખાય છે કે જાણે સંસ્કૃતમાં હોય – એટલે કે લૅટિનથીચ ડગલું વધીને અગમ્યતામાં જતી હોય ! મ.