________________
કળામાં વાડાબંધી
૫૯ અને ખાસ તો એ કે ખોટા માર્ગોમાં જઈને આપણા કલાજલનું ત્યાં નિરાંત સમજ્યાથી નીપજેલું બંધિયારપણું– આ બધું એક જ પેલા વિધાનમાંથી પરિણમ્યું છે, અને આ વિધાન સર્વસામાન્ય ઉપયોગમાં આવ્યું છે ને નિર્વિવાદ સત્ય તરીકે તે સ્વીકારાય છે; પરંતુ જેની અસત્યતા તો અજબ અને ઉઘાડી પડી છે. એ વિધાન તે એ કે, આપણા ઉપલા વર્ગોની કળા * જ કલા-સમસ્ત છે; સાચી, એકમાત્ર ને સાર્વભૌમ કલા એ છે. આ વિધાન ભિન્ન ભિન્ન સંપ્રદાયોના અનુયાયીઓ પોતપોતાના ધર્મને એકમાત્ર સાચો માને છે, એને જ બરોબર મળતું છે. આ વિધાન સાવ અધ્ધરિયું અને અન્યાયી હોવા છતાં, આપણા મંડળના બધા લોકો, તેની અચૂકતા કે ભૂલથી પર હોવાપણામાં પૂર્ણ શ્રદ્ધા રાખીને, ઠંડે પેટે તેને ઠોકયે જાય છે.
આપણી જે કળા છે તે જ કળાને નામે બધું છે, તે જ એકમાત્ર ને સાચી છે, અને છતાં માનવજાતનો બે-તૃતીયાંશ ભાગ (એશિયા આફ્રિકાના બધા લોકો, ) આ એકમાત્ર અને ઉત્તમ કળા વિષે કાંઈ જ જાણ્યા વગર જીવન ગાળે છે ને મરે છે ! અને આપણા ખ્રિસ્તી સમાજમાં જેને વિશે આપણે કલાસમસ્તને દાવે બોલીએ છીએ તેવી આ કળા ભાગે જ એક ટકા જેટલા લોકો ભોગવે છે ! બાકીના ૯૯ ટકા તો, પેઢી દર પેઢી મજૂરીથી કચડાતા, આ કળાનો કદીય સ્વાદ ચાખ્યા વગર જ જીવે છે ને મરે છે; અને વળી આ કળા એવા પ્રકારની છે કે, તેઓ તેને જો કદી પામી કે ચાખી શકે તોય તેમાંનું તે કાંઈ જ સમજે પણ નહિ ! અત્યારના ચાલુ કલાવાદ મુજબ, કળા એટલે યા તો પરમ ભાવ ( Idea) નો, ઈશ્વરનો, સૌંદર્યને એક સર્વોચ્ચ આવિષ્કાર, અથવા તો સર્વોચ્ચ આધ્યાત્મિક આનંદ, એમ આપણે માનીએ છીએ.
* “અહીં જે ભેદ કરાયો છે તે ઉપલા વર્ગો અને આમ પ્રજાની વચ્ચેનો છે; એટલે કે, જેઓ ઉપજાઉ શરીરમહેનતથી પોતાનો રોટલો કમાય છે તે લોકે, અને જે તેમ નથી કરતા તે ઉપલા વર્ગો. બચ્ચે રહેલે મધ્યમ વર્ગ ઉપલા વર્ગોને ફણગો મનાયો છે.” મૈડ.