________________
કળા એટલે શું?
પરંતુ આ વિધાન તો પેલા પહેલા વિધાન કરતાંય વધારે અસત્ય છે; કારણ કે આપણે જાણીએ છીએ કે, ઉપલા વર્ગોની ઘણીખરી કલાકૃતિઓ (જેવી કે, ભાત ભાતનાં ‘ એડ ’ કાવ્યો, નાટકો, ગાયના, pastorals, ચિત્રા વગેરે), કે જે જન્મી ત્યારે તે વર્ગોના લોકોને આનંદ આપતી હતી, તે બધી પાછળથી માનવજાતના મેટા જન-સમુદાયને કદી નથી સમજાઈ કે નથી કીમતી લાગી, પરંતુ શરૂમાં હતી તેવી જ, તે કાળના પૈસાદાર લોકોના માત્ર રમૂજી ખેલ જેવી જ રહી છે. અને જો કદી પણ તેમનું કાંઈકેય મહત્ત્વ હતું, તે તે પેલા ઉપલા વર્ગોને માટે જ હતું.
ર
લાકો આપણી કળા કોક દિવસ સમજતા થશે, એ વિધાનની સાબિતીમાં એમ પણ ઘણી વાર કહેવામાં આવે છે કે, કહેવાતી ‘કલાસિકલ ’ કવિતા, સંગીત કે ચિત્રણની કેટલીક કૃતિઓ, જે આમ-જનતાને પ્રથમ નહોતી ગમતી, તે પછી તેમને ચારે બાજુથી ધરવામાં આવતાં, એ જ આમ-જનતાને ગમવા લાગે છે. પણ આ તો એટલું જ બતાવે છે કે, ટોળા જેવા સમૂહને, અને ખાસ કરીને અર્ધ-બગડેલા શહેરી ટોળાને, તેની રુચિને વિકૃત કર્યા બાદ, ગમે તે જાતની કળાની ટેવ પાડી શકાય. વળી, આ કળા આમલાકો ઉત્પન્ન કરતા નથી, કે નથી તેઓને તે ગમતી પણ; પરંતુ જે જાહેર સ્થાનામાં તેમને કળા માણવા મળી શકે છે, ત્યાં બધે આ જ કળા તેમના ઉપર ઝાંસવામાં આવે છે. મહેનતમજૂરી કરનાર લોકોના મોટા ભાગને આ કળા માંઘી પડવાથી દુર્લભ હોવા ઉપરાંત તેમને તે અતિ વિચિત્ર જાતની લાગે છે; કેમ કે માનવજાતના મેાટા સમૂહને સ્વાભાવિક એવી જે શ્રામજીવનની પરિસ્થતિ, તેનાથી કયાંય વેગળા એવા લોકોની લાગણીઓને તે કળા વહે છે. ધનિક વર્ગાના માણસને જેમાં મજા પડે, તેમાં એક મજૂરિયાત માણસને જરાયે આનંદ જેવું નથી લાગતું; અને તે એનામાં યા તો કશી જ લાગણી નથી જગવતું, અથવા જો જગવે છે તો એક આળસુ અને અતિવૃષ્ટ માણસમાં જેવી જગવે તેથી તદ્દન ઊલટી જ. કઈ લાગણી આધુનિક કળાના મુખ્ય