________________
૬૯
કળા એટલે શું?
‘ સ્પૉમૅન્સ નોટબુક ચાપડી પછી, ખેડુ-જીવનમાં લખવા જેવું કાંઈ જ બાકી રહ્યું નથી; તેણે એમાં બધી સામગ્રી વાપરી કાઢી છે. તેને શ્રમજીવી લેાકોનું જીવન એવું સાદું લાગ્યું કે, ટર્જેનેવની પેલી ખેડૂતજીવનની વાર્તાએ તે જીવનમાં વર્ણવવા જેવું બધું જ પૂરું કરી નાંખ્યું! પ્રેમના કિસ્સા અને પાતા વિષે અસંતોષવાળું, આપણા ધની લાકોનું જીવન તેને અખૂટ વસ્તુવિષયથી ભરપૂર લાગ્યું ! એક નાયકે તેની પ્રિયાને હથેળીમાં ચુંબન કર્યું, બીજાએ તેની કોણી ઉપર, અને ત્રીજાએ વળી ત્રીજે કયાંક! એક જણ આળસથી અસંતષી બન્યો છે, બીજો એથી કરીને કે લેાક તેને ચાહતા નથી! છતાં ગૉન્ચરવને લાગતું કે, આ ક્ષેત્રમાં વિવિધતાને પાર નથી ! શ્રમજીવી લેાકનું જીવન કલા માટે વસ્તુ-વિષયમાં કંગાળ છે, પરંતુ આપણ અળસુ લાકનું જીવન રસથી ભરપૂર છે!—આવા આ મત આપણા સમાજમાં અનેકાનેક લેાકોના છે. એક ડ્રામજીવી માણસનું જીવન એટલે કે તેના શ્રમનાં પાર વિનાનાં વિવિધ રૂપે, અને દરિયામાં ને જમીન નીચેની મજૂરીનાં જોખમા, ( કામને અંગે) તેનાં સ્થાનાંતરો, અને તેના શેઠો મુકાદમે કે નિરીક્ષકો અને સાથી જોડેને તથા બીજા ધર્મના ને બીજી પ્રજાઓના લોકો જોડેના સમાગમ ને વહેવાર; કુદરત અને રાની પશુ સાથેની એની મથામણો, અને પાળેલાં પશુ સાથેને સહચાર; જંગલમાં, (ચરા કે બીડની) સપાટ જમીન ઉપર, ખેતરમાં, બાગમાં, વાડીમાં કરાતું તેનું કામ; પત્ની અને બાળકો જોડેના એના વ્યવહાર—પેાતાનાં પ્રિય સ્વજન તરીકે જ નહિ, પણ જરૂર પડયે કામ દેનાર એવાં સાથી અને મદદનીશ તરીકેના એમની જોડેના વ્યવહાર; ખાલી દેખાડા કે ચર્ચાના વિષયા તરીકે નહિ ( જેવા કે ઉપલા વર્ગોમાં હાય છે), પણ પોતાના ને કુટુંબના જીવનના સળગતા પ્રશ્નો તરીકે બધા આર્થિક પ્રશ્નોમાં શ્રમજીવીને હાતી લેવાદેવા; આત્મવિલાપન અને બીજાની સેવા કરવામાં તેને ગર્વ; આહારવિહારની એની મેાજમજાએ; અને આ બધા રસિક ભાવામાં રહેતી એની ધર્મમય જીવનદૃષ્ટિની તાંત સભરતા – એક શ્રમજીવી
-