________________
નવી કળાની ત્રિમૂર્તિ - ૫૫ જેમના અર્થોમાં કોઈ એક ધરણથી માપીને પણ મેળ ખવડાવાય એમ નથી, તેમનું બનેલું એ તેખડું તે કેવું સાવ અપતરંગ છે! - સાધુતા, સૌંદર્ય અને સત્યને એકસમાન કક્ષાએ મૂકવામાં આવે છે, અને એ ત્રણે ભાવો જાણે મૂલગત અને ભૂતપદાર્થથી પર એવા આધ્યાત્મિક હોય એમ લેખીને ચાલવામાં આવે છે. જ્યારે ખરું જોતાં, એવું મુદ્દલ નથી.
સાધુતા આપણા જીવનનો શાશ્વત સર્વોચ્ચ હેતુ છે. તેનો અર્થ આપણે ગમે તે સમજીએ, છતાં આપણું જીવન, સાધુતા એટલે કે શિવ અથવા ઈશ્વર, તે તરફ જવાના પ્રયત્ન સિવાય બીજું કાંઈ નથી.
ખરેખર, સાધુતા મૂળભૂત એવી આધ્યાત્મિક પ્રતીતિ છે, કે જે આપણા આખા ચેતન-વ્યાપારનું–જીવનનું રહસ્ય છે. આ પ્રતીતિની વ્યાખ્યા બુદ્ધિ ન કરી શકે.
સાધુતાની વ્યાખ્યા બીજા કશા વડે ન આપી શકાય, પણ તે બીજા બધાની વ્યાખ્યા આપે છે.
પરંતુ, ખાલી શબ્દો નહિ, પણ આપણે શું સમજીએ છીએ તે કહેવું હોય તો, સૌંદર્ય એ વસ્તુ આપણને મજા કે આનંદ આપનાર સિવાય બીજું કાંઈ નથી. સૌંદર્યનો ભાવ સાધુતાના શિવ-ભાવ જોડે મળતો નથી એટલું જ નહિ, પણ તેને વિરોધી છે. કેમ કે, ઘણી વાર સાધુતા ઇંદ્રિય-વાસનાઓ પરના જ્યને મળતી વસ્તુ છે, જયારે સૌંદર્ય આપણી બધી વાસનાઓના મૂળમાં રહેલી વસ્તુ છે.
એટલે, જેમ જેમ સૌંદર્યને વધુ વશ થઈએ, તેમ તેમ સાધુતાથી આપણે વધારે વેગળા જઈએ છીએ. મને ખબર છે કે, હંમેશ લોકો આનો એવો જવાબ આપે છે કે, નૈતિક અને આધ્યાત્મિક સૌંદર્ય જેવી પણ વસ્તુ છે ને? પણ આ તો ખાલી શબ્દોની રમત છે. કારણ કે “નૈતિક ને આધ્યાત્મિક સૌંદર્ય એટલે સાધુતા વગર બીજાં કાંઈ નહિ. ઘણે ભાગે, આત્માનું સૌંદર્ય એટલે કે સાધુતા, સામાન્યપણે સૌંદર્યથી જે ભાવ સમજાય છે, તેની સાથે મળતી આવતી વસ્તુ નથી એટલું જ નહિ, પરંતુ સાધુતા તેની વિરોધી છે.