________________
નવી કળાની ત્રિમૂર્તિ
૫૩ છે, પરંતુ નિર્વાહનાં સાધન માત્ર અંકગણિત-શ્રેણીને પગલે જ વધે છે, અને તેથી કરીને જગતમાં વધારે પડતી વસ્તી થઇ છે. માનવ પ્રગતિના પાયા તરીકે, (માત્થસ-વાદના ફણગારૂપ એવો) જીવનકલહ અને કુદરતી પસંદગીનો વાદ પણ એવો જ બીજો દાખલો હતો. અને માકર્સનો વાદ પણ એવો જ છે, કે જે માને છે કે, આજ આપણી ચોતરફ ચાલતા જથાબંધ મૂડીવાદી ઉત્પાદનથી છૂટક ખાનગી ઉત્પાદન-પ્રથા ધીમે ધીમે નાશ પામશે, એ નિયતિનું અફર ફરમાન છે. બધા વાદો ગમે તેવા પાયા વગરના હોય, કે માણસજાત જે જાણે છે અને માને છે તે બધાથી ગમે તેવા વિરુદ્ધ હોય, અને ગમે તેવા ઉઘાડા અનૈતિક હોય, તેમ છતાં તેઓ તરત શ્રદ્ધાપૂર્વક મનાય છે, કશીય ટીકાબુદ્ધિ વગર પ્રચારમાં આવે છે, અને કદાચ સૈકા સુધી,–જ્યાં સુધી તેઓ જે દશા કે સ્થિતિને પરમાણવાનું કામ કરતા હોય તે નાશ ન પામે, અથવા તો તેમનું બેહૂદાપણું કે અબુદ્ધિતા સાવ ઉઘાડાં ન પડે, ત્યાં સુધી – તે વાદો ઉપદેશાયા કરે છે. બૉમગાર્ટનની સાધુતા-સૌંદર્ય-ને-સત્ય (“સત્યશિવ-સુંદર') એ ત્રિમૂર્તિનો અજબ વાદ આ જાતનો છે, કે જે વાદ મુજબ એમ દેખાય છે કે, ૧૯૦૦ વર્ષના ખ્રિસ્તી ધર્મશિક્ષણ બાદ, પ્રજાઓની કળાથી સારામાં સારું જે સધાઈ શક્યું છે તે એટલું જ કે, તેમણે પોતાના જીવનાદર્શ તરીકે, ૨૦૦૦ વર્ષ ઉપર થઈ ગયેલી એક નાનકડી, અર્ધ-જંગલી ગુલામરખુ પ્રજા – (કે જે નગ્ન શરીરનું આબાદ રીતે અનુકરણ* કરતી, અને જોવા ગમે એવાં જેણે મકાનો બાંધ્યાં હતાં.) – તે પ્રજા જેને જીવનાદર્શ માનતી, તેને પસંદ કર્યો છે.
પરંતુ, આવી આવી બધી અસંગતતાઓ સાવ ધ્યાન બહાર ચાલી જાય છે. પંડિતો સત્ય-શિવ-સુંદર ( સત્ય, સાધુતા, ને સૌંદર્ય ) એ કલા-ત્રિમૂર્તિમાંના એક સભ્ય સૌંદર્ય ઉપર લાંબા લાંબા ગ્રંથો લખે
* આ ઉલ્લેખ પ્રાચીન ગ્રીક પ્રજાને માટે છે તે સ્પષ્ટ છે. તેમનું શિલ્પ અને સ્થાપત્ય જગમશહૂર છે. અહીં આગળ ટરટચ તેનો ઉલ્લેખ કરે છે; પણ તેની નીતિમત્તાની મર્યાદા ને પછાતપણની ટકોર કરે છે. મ.