________________
૫૧
ઊલટી કાપે છેજા કરે છે કે, સૌંદર્યની વા મીરાએ શરૂ કરેલી
નવી કળાની ત્રિમૂર્તિ તો જણાય કે, સૌંદર્યને સિદ્ધાંત અને કળાનો સિદ્ધાંત પ્લેટોની જેમ એરિસ્ટોટલે અને તે બેઉના અનુગામીઓએ તદ્ન નોખા પાડયા હતા.” અને ખરેખર, પ્રાચીનોની કલાવિષયક વિચારણા આપણી કલાવિદ્યાને પ્રમાણતી નથી એમ જ નહિ, પણ તેના સૌંદર્યના સિદ્ધાંતને તે વિચારણા ઊલટી કાપે છે. આમ છતાં, કલાક્ષેત્રના, કાસ્લરથી નાઈટ લગીના, બધા ભોમિયાઓ જાહેર કરે છે કે, સૌંદર્યની વિદ્યા–સોંદર્ય કે કળાની. મીમાંસા – સોક્રેટીસ, પ્લેટો અને ઍરિસ્ટોટલ એ પ્રાચીનએ શરૂ કરેલી; અને તેઓ કહે છે કે, એપિકચૂરિયનો ને સ્ટઈકો, સિનેકા અને લુટાર્ક એમનાથી માંડીને પ્લોટીનસ સુધીનાએ, કેટલેક અંશે, તેને ચાલુ રાખેલી. પરંતુ, એમ મનાય છે કે, કશાક કમનસીબ અકસ્માતને લઈને, આ વિદ્યા ઓચિંતી ચોથા સૈકામાં લોપ થઈ ગઈ અને ૧૫00 વર્ષ સુધી તેમ જ રહીં; અને ૧૫૦૦ વર્ષ પૂરાં થયે, જર્મનીમાં ઈ. સ. ૧૭૫૦માં બૉમગાર્ટનના કલાવાદથી પાછી તે વિદ્યા ફરી જાગી.
કાર કહે છે કે, પ્લોટીનસ પછી ૧૫ સૈકાં એવાં વીત્યાં કે, તેમાં કલા અને સૌંદર્યની દુનિયા માટે જરા સરખે વૈજ્ઞાનિક રસ બતાવાયો નહોતો. એટલે, તે કહે છે, આ દોઢ હજાર વર્ષ કલામીમાંસા સારુ એળે ગયાં, અને એ વિદ્યાની પાંડિત્યપૂર્ણ ઇમારત રચવા ખાતે તે વર્ષોમાં કશું ન મળ્યું. " ખરું જોતાં આવું કાંઈ જ નથી બન્યું. કલા-વિજ્ઞાન, સૌંદર્ય-વિજ્ઞાન લોપાયું નહોતું; ને તે લોપાઈ શકેય નહિ, કેમ કે તે કદી હયાત જ નહોતું. સાવ સરળતાપૂર્વક, દુનિયામાં બધે અને હંમેશાં સૌ કોઈ વર્તે છે તેમની જ પેઠે, ગ્રીક લોકો, બીજી દરેક વસ્તુ પેઠે કળાને પણ, જો તે (પોતાની સમજ પ્રમાણેની) સાધુતા કે ભલાઈની સેવામાં હોય તો તેને સારી કહેતા, અને જો તે તેની સામે હોય તો તેને ખરાબ કહેતા. અને ગ્રીક લોકો પોતે નીતિ બાબતમાં એવા ઓછા વિકસેલા હતા કે, સૌંદર્ય અને સાધુતા તેમને એકમેકમાં મળતાં લાગતાં. એવી જૂની થઈ ગયેલી કાલગ્રસ્ત ગ્રીક જીવનદૃષ્ટિના પાયા ઉપર કલાવિદ્યાર રચાઈ, કે જેની શોધ