________________
બેટી વ્યાખ્યાઓનું મૂળ કારણ, ૪૭ દેવળધર્મસિદ્ધાંત એવું સુસંબદ્ધ શાસ્ત્ર છે કે, તેમાં સુધારો કે ફેરફાર કરવા જતાં તે આખું જ વણસી જાય; સમૂળું નાશ કર્યા વગર તે સુધારી કે ફેરવી ન શકાય. પોપ ભૂલ કરે જ નહિ એવી તેની અચૂકતા બાબત જેવી શંકા ઊઠી, (અને એવી શંકા તે કાળમાં બધા ભણેલા લોકના મનમાં હતી,) તેવી જ તેની કેડે રૂઢિ કે પ્રણાલીની સત્યતા બાબત શંકા જાગી. પણ રૂઢિ કે પ્રણાલીની સત્યતા વિષે શંકા, એ તો પોપશાહી અને કૅથલિક ધર્મને માટે જ નહિ, પરંતુ દેવળધર્મના (ઈશુની દિવ્યતા, મરણ બાદ તેમનું પુનરુજજીવન, અને ત્રિમૂર્તિ, એ) બધા સિદ્ધાંતો સહિત તેના આખા મૂળતત્વને પણ મારક છે; અને શાસ્ત્રોના પ્રામાણ્યનો પણ તે નાશ કરે છે. કેમ કે, દેવળધર્મ-પ્રણાલીએ ઠરાવ્યું તેથી જ તે ઈશ્વરપ્રેરિત ગણાયાં હતાં.
એટલે, તે જમાનાના ઉપલા વર્ગોના મોટા ભાગના લોકો (પોપ અને પાદરી સુધ્ધાં) ખરેખર કશામાં જ શ્રદ્ધાવાળા નહોતા. દેવળધર્મતત્ત્વમાં આ લોકો નહિ માનતા, કેમ કે તેની નાદારી તેમણે જોઈ હતી; અને ન તેઓ ઈશુ ખ્રિસ્તનો નૈતિક અને સામાજિક બોધ સ્વીકારીને સંત ફ્રાન્સિસને કે ચેલ્જીકના * પીટરને, કે એવા અનેક બીજા દેવળધર્મવિમુખ થયેલા સ્વતંત્ર ખ્રિસ્તીઓને અનુસરી શકતા; કારણ કે, તે બોધ તેમના સામાજિક મોભાના મૂળમાં ઘા કરનારો હતો. એટલે આ લોકો જીવનમાં કોઈ પણ ધર્મદૃષ્ટિ વગરના રહ્યા હતા. અને તેથી કરીને, સારી કળા કઈ અને ખરાબ કળા કઈ, એ આંકવા માટે તેમની પાસે વૈયક્તિક મોજમજા સિવાય, કોઈ ધોરણ જ ન રહી શક્યું. અને
ક ચેલ્જીકનો પીટર હીમિયાનો હતો. તે જોન હસને એક વંશજ હતો. “યુનાઇટેડ બ્રધર' નામે એક અપ્રતિકારવાદી સંઘનો તે ૧૪૫૭માં નેતા હતા. “ધી નેટ ઑફ ફેઈથ” (શ્રદ્ધાની જાળ) નામે એક વિલક્ષણ પુસ્તક તેણે લખ્યું છે. ટેસ્ટૉય તેના “પ્રભુનું રાજ્ય અંતરમાં છે,” એ નામના પુસ્તકમાં આ ચોપડીને ઉલ્લેખ કરે છે. મેડ