________________
૪
બેટી વ્યાખ્યાઓનું મૂળ કારણ કે શિક્ષણની સત્યતામાં શંકા ઊઠી, ત્યારે તેમને નવું શિક્ષણ શોધવા જવાનું નહોતું. દેવળધર્મતત્વના ભ્રષ્ટ રૂપમાં જે ઈશુબોધ તેઓ પાળતા હતા, તેણે માનવ પ્રગતિના માર્ગનો નકશો એટલે આગળ સુધી દોરી આપ્યો હતો કે, તેમણે માત્ર ઈશુ ખ્રિસ્તના સાચા બોધ પર વળેલાં એ ભ્રષ્ટતાનાં પડ કાઢી નાખી તેનો સાચો અર્થ જ અપનાવવાનો હતો. તે કામ પૂરેપૂરું ન થઈ શકે તો પણ, કાંઈ નહિ તો દેવળધર્મ કરતાં કંઈક વધારે તે બોધને અપનાવાય તો બસ. વિકલીફ, હસ, લ્યુથર, અને કાલ્વિનના ધર્મસુધારાઓમાં જ નહિ, પણ દેવળધર્મ બહારના—ગેરદેવળધર્મી ખ્રિસ્તી ધર્મપ્રવાહે * કેટલેક અંશે આ જ કાર્ય કર્યું હતું.
પરંતુ આ કાર્ય મુખ્યત્વે ગરીબ લોક જ કરી શકે, અને કર્યું હતું પણ એમણે જ; પણ તે રાજ્યકર્તા કે સમર્થ લોક નહોતા. એસીસીના સંત ફ્રાન્સિસ અને બીજા કેટલાક ધનિક ને બળવાન લોકોએ, પોતાના સામાજિક મોભા અને હકને ભોગે પણ, ખ્રિસ્તી ધર્મબોધને તેના પૂરા અર્થમાં
સ્વીકાર્યો. પરંતુ મોટા ભાગના ઉપલા વર્ગના લોકો (જોકે અંતરથી તેમને દેવળધર્મમાં શ્રદ્ધા નહોતી રહી તે છતાં,) આ પ્રમાણે વતી શકતા કે વર્તવાના નહોતા; કારણ કે, એક વાર તેઓ દેવળધમી શ્રદ્ધા છોડે કે તેની જગાએ સ્વીકારવાને માટે તેમની પાસે જે તૈયાર ખડું હતું તે ખ્રિસ્તી જીવનદૃષ્ટિનું રહસ્ય હતું, એટલે કે માનવ-બંધુતા અને તેથી માનવમાત્રની સમતાનું શિક્ષણ હતું. પરંતુ તે તેમના ખાસ હકોને ઇન્કારતું હતું, કે જે હકો ઉપર તેઓ જીવતા હતા, તથા જેમાં રહીને તેઓ ઊછર્યા ને ભણ્યા હતા, તથા જેમનાથી ટેવાઈ ગયા હતા. એટલે તેમના હૃદયના ઊંડાણમાં જુઓ તો તેઓ દેવળધર્મશિક્ષણને માનતા
જ આ દેવળધર્મ બહારના ધર્મપ્રવાહના શરૂમાં પ્રતિનિધિઓ હતા પોલિશચન” અને “બૅગેમિલાઈટ” લેકો, અને પછીથી હતા “લ્ડસ” વગેરે ગેર-દેવળધમ ખ્રિસ્તી લોકો. આ લોકોને ‘નાસ્તિક” કે ધર્મબહારના બળવાખોર માનવામાં આવતા.