________________
૪૪
કળા એટલે શું?
અને પોપની સત્તાના પૂરેપૂરા વિકાસ અને તેના દુરુપયોગા બાદ, જ્યારે ધનિક વર્ગના લોકો ( ગ્રીક લૅટિન ભાષાના ) પ્રાચીન સાહિત્યથી પિરિચત થયા, ત્યારે એક બાજુ તે સાહિત્યના પ્રાચીન ઋષિઓના શિક્ષણની સમજણભરી સરળતા જોઈને, તથા બીજી બાજુ દેવળધર્મતત્ત્વ અને ઈશુ ખ્રિસ્તના બોધ વચ્ચે મેળ ખાતો ન જોઈને, દેવળધર્મશિક્ષણમાં માનવાનું ચાલુ રાખવાનું તેઓને માટે પૂરેપૂરું અશકય બની ગયું.
બાહ્ય આચારમાં તો તેઓ દેવળધર્મશિક્ષણના ઢંગ હજી રાખતા હતા, તોપણ તેમાં તે હવે માની શકતા નહોતા; અને તેને વળગી રહેતા હતા તે તે માત્ર જડતાને લઈને અને આમ-જનતા ઉપર અસર પાડવા સારુ; કેમ કે, આમ-પ્રજા તે ધર્મતત્ત્વમાં અંધશ્રદ્ધાથી માનતી હતી, અને એ માન્યતા રાખવામાં તેને ઉત્તેજન આપવાનું પેલા ઉપલા વર્ગોને, પાતાની અંગત લાભદૃષ્ટિએ, જરૂરનું લાગતું હતું.
એટલે, એમાંથી એવો સમય આવ્યો, કે જ્યારે દેવળધર્મ બધા ખ્રિસ્તી લોકોનો સર્વમાન્ય ધર્મસિદ્ધાંત ન રહ્યો; કેટલાક લોક (આમજનતા) તેને અંધતાથી માનતા ચાલુ રહ્યા; પરંતુ ઉપલા વર્ગો, કે જેમના હાથમાં ધન અને સત્તા હતાં ને તેથી કળા પેદા કરવા નવરાશ અને તેને ઉત્તેજન આપવા સાધન હતાં, તે તે શિક્ષણમાં માનતા બંધ થયા હતા.
ધર્મ બાબતમાં, મધ્યયુગના ઉપલા વર્ગોની સ્થિતિ, ખ્રિસ્તી ધર્મના ઉદય પૂર્વેના ભણેલા રોમનોના જેવી હતી : તેઓ આમ-જનતાના ધર્મમાં તે માનતા નહાતા, પણ પોતાને માટે નિરર્થક બનેલા પેલા જીર્ણ દેવળધર્મતત્ત્વને સ્થાને મૂકવા જેવી કોઈ બીજી માન્યતાઓ પણ તેમની પાસે નહાતી.
એ બેમાં ફેર હતા તે આટલા જ કે, પોતાના સમ્રાટ-દેવો અને ગૃહદેવતાઓમાં શ્રદ્ધા ખોઈ બેઠેલા રોમનો તા, તેમણે જીતેલી પ્રજા પાસેથી મેળવેલી મિશ્રા ને બહુવિધ પુરાણકથામાંથી કશું પણ વધુ સારરૂપે કાઢી શકે તેમ નહાતા; એટલે તેમને તદ્દન નવી જ જીવનદૃષ્ટિ મેળવવાની જરૂર હતી. પરંતુ મધ્યયુગના લાકોને જ્યારે દેવળધર્મ