________________
૪૮
- કળા એટલે શું? મજા કે આનંદીબે, એટલે કે સદર્યને, કલાના સારાપણાની કસોટી તરીકે સ્વીકાર્યા પછી, યુરોપીય સમાજના ઉપલા વર્ગોના આ લોકો, કળાની પોતાની સમજની બાબતમાં, આદિ ગ્રીક લોકોની જડ કે ભૂલ જીવનદૃષ્ટિ (કે જેને પ્લેટોએ કયારની ધુત્કારી કાઢી હતી,) તેની ઉપર પાછા ગયા; અને જીવનની એ સમજને બરોબર ગોઠતો આવે એવી રીતનો ક્લાવાદ ઘડી કાઢવામાં આવ્યો.