________________
ખેતી વ્યાખ્યાઓનું મૂળકારણુ
ધર્મતંત્રમાં અને તેની આવશ્યક મુદ્દો બનાવ્યો.
૪૩
આજ્ઞાઓમાં અંધશ્રાદ્ધાને પોતાના શિક્ષણના
આ દેવળધર્મી શિક્ષણ સાચા ખ્રિસ્તી ધર્મને ગમે તેવું પરાયું કે તેથી વેગળું હતું; તથા સાચા ખ્રિસ્તી ધર્મની સરખામણીમાં જ નહિ, પરંતુ જુલિયન અને બીજા રોમનાની જીવનદૃષ્ટિની તુલનામાંય તે ભલે ગમે તેટલું હીણું હતું; તેમ છતાં તે શિક્ષણને સ્વીકારનારા જંગલી લોકો પહેલાં જેને અનુસરતા હતા તે દેવા, વીર પુરુષો, ને સારાં નરસાં ભૂતાની પૂજા કરતાં, તે શિક્ષણ વધારે ઊંચું ધર્મતત્ત્વ હતું. અને તેથી તેમને માટે એ ધર્મ બન્યું, અને તે ધર્મને આધારે તે કાળની કળા અંકાઈ; એટલે કન્યામાતા મેરી – ઈશુ ખ્રિસ્ત – સંતા – અને દેવદૂતોની પૂજા, દેવળધર્મતંત્રમાં અંધશ્રદ્ધા અને તેનું આજ્ઞાપાલન, મરણ બાદ નરકયાતનાના ભય અને સ્વર્ગસુખની આશા — આ ભાવાને વહનારી કળા સારી ગણાઈ, અને તેમની વિરોધી બધી કળા ખરાબ મનાઈ. જે ધર્મશિક્ષણના આધાર પર આ કળા જાગી, તે ઈશુ ખ્રિસ્તના બાધનું વિપરીત રૂપ હતું; તેમ છતાં આ વિપરીત કે વિકૃત રૂપને આધારે જે કળા સ્ફુરી તે તે સાચી કળા હતી; કેમ કે, જે લોકોમાં તે સ્ફુરી તેમના જીવનની ધર્મદૃષ્ટિને એ અનુરૂપ હતી.
–
મધ્યયુગીન કલાકારોએ પણ, તત્કાલીન આમ-જનતાની જ ધર્મભાવનામાંથી ચેતન પામીને, જે લાગણીઓ તથા મનોદશાઓ પોતે અનુભવી, તેમને શિલ્પ, સ્થાપત્ય, ચિત્રણ, સંગીત, કાવ્ય કે નાટય વાટે વહન કરી; અને એમ તેઓ સાચા કલાકાર હતા. અને તેમના યુગને સુલભ અને આખી જનતાને સર્વસામાન્ય એવા સર્વોચ્ચ ભાવાના આધાર પર રચાયેલી તેમની એ પ્રવૃત્તિ આપણા યુગને જોકે ક્ષુદ્ર કળા લાગે, છતાં તે સાચી કળા હતી; કેમ કે, આખી જનતા તેની ભાક્તા હતી.
અને આ પ્રમાણે ત્યાં સુધી બધું ચાલ્યું કે જ્યાં સુધી તે દેવળધર્મ બતાવેલી જીવન-સમજની સત્યતા વિષે યુરોપીય સમાજના ઉપલા, ધની ને વધુ ભણેલા વર્ગોમાં શંકા નહાતી. પરંતુ ખ્રિસ્તી ધર્મયુદ્ધો