________________
૪૨
કળા એટલે શું?
લાગણીઓ વહન કરતી બધી કલાકૃતિને તે ખરાબ લેખતા અને તેથી તેમને રદ કરતા. જેમ કે, પોતાને માન્ય એવા ભાવા સૂચવતી મૂર્તિનું વિધાન તેણે નભવા દીધું, પરંતુ ગેરખ્રિસ્તી પૅગન બધી શિલ્પકૃતિઓને
રદ કરી.
ક્રાઇસ્ટના બોધને તેના તદ્દન સાચા સ્વરૂપમાં નહિ તેાય, પાછળથી તેનું જે વિકૃત અને અ-ખ્રિસ્તી પેંગન કરાયેલું રૂપ સ્વીકારાયું, તે રૂપે તો, ઓછામાં ઓછું, તેને નહિ જ સ્વીકારનારા એવા, શરૂનાં સૈકાના આદિ ખ્રિસ્તીઓમાં કલા વિષે આ પ્રમાણે હતું.
પરંતુ આ ખ્રિસ્તી ધર્મ ઉપરાંત કૉન્સ્ટેન્ટાઈન, શાર્લામૅન, અને લાડીમીરના વખતમાં, કે જ્યારે સત્તાવાળાઓના હુકમથી આખી ને આખી પ્રજાઓનાં ધર્માન્તર કરવામાં આવ્યાં, ત્યારે એક બીજા ધર્મે દેખા દીધી. તે બીજા ધર્મ તે દેવળધર્મ* અર્થાત્ દેવળની આસપાસ ઊભા થયેલા ખ્રિસ્તી-ધર્મના પ્રકાર. તે પ્રકાર ખ્રિસ્તના કરતાં તેની પૂર્વના પૅગન ધર્મની વધારે નજીક હતા. અને આ દેવળધમે લોકોની લાગણીઓની અને તેમને વહનારી કલાકૃતિઓની, પોતાના ખાસ શિક્ષણ અનુસાર, તદ્દન જુદી જ રીતે આંકણી કરી.
સાચા ખ્રિસ્તી ધર્મના મૂળભૂત અને તેના મર્મરૂપ સિદ્ધાંત આ પ્રમાણે છે :— સૌના એક પિતા પરમેશ્વર સાથે દરેક મનુષ્યની સીધી સગાઈ; તે પરથી ફિલત થતી મનુષ્યમાત્રની સમતા અને બંધુતા; અને દરેક પ્રકારની હિંસાને સ્થાને નમ્રતા અને પ્રેમની સ્થાપના. પેલા દેવળધમેં આ સાચાં ખ્રિસ્તી ધર્મતત્ત્વા ન માન્યાં, એટલું જ નહિ, ઊલટુ સામેથી તેણે, પૅગન પુરાણાને મળતી સ્વર્ગીય દેવોણી સ્થાપી, તથા ઈશુ, કન્યા-માતા મેરી (ધ વર્જીન '), દેવદૂત, પેગંબરો, સંતા, અને શહીદોની પૂજા દાખલ કરી; અને તેમની જ નહિ, તેમની મૂર્તિઓની પણ પૂજા દાખલ કરી. અને એમ કરીને તે ધમૅ પોતાના
-
• આને માટે અંગ્રેજીમાં ‘ચર્ચિયાનિટી’ નામ હાલ વપરાય છે. મોડ ચર્ચ-ક્રિશ્ચિયાનિટી’ શબ્દ વાપરે છે.