________________
કળા એટલે સદાય? એલન, અને તેના પંથીઓ, – દરેક પોતપોતાની રીતે એનો ઉત્તર આપે છે. ફ્રેન્ચ ઉદારવાદીએ (Eclectics) અને ગુયો તથા ટેઈનના અનુયાયીઓ પણ દરેક પોતપોતાની રીતે જવાબ આપે છે. અને આ બધા લોકો તેમના પુરોગામી કલાવિદોએ આપેલા (આ કોયડાના) બધા ઉકેલો તો જાણતા હોય છે.*
એટલે, સૌંદર્ય તે એવી કઈ વિચિત્ર વસ્તુ છે કે, વગર વિચાર્યું વાત કરનારાઓને તે સાવ સાદી લાગે છે, પણ તેની વ્યાખ્યા કરવા જતાં, ગયા દોઢ સૈકામાં, જુદી જુદી પ્રજાના ને વિધવિધ વલણોવાળા બધા ફિલસૂફો એક મત ઉપર આવી શકતા નથી ? કળાનો પ્રચલિત સિદ્ધાંત જેના ઉપર અવલંબે છે તેવી આ “સૌંદર્ય' વસ્તુ શું છે?
રશિયન ભાષામાં સૌંદર્ય માટે “ક્રાસોટા’ શબ્દ છે. આંખને ગમે તે જ ભાવનો “રૂપ 'દર્શક અર્થ તે શબ્દમાં છે. પાછળથી લોકમાં “કદરૂપું કામ” કે “સુંદર રૂપાળું સંગીત’ જેવા શબ્દપ્રયોગો થતા જોવા મળે છે; પણ તે સારી રશિયન ભાષા નથી.
પરદેશી ભાષાઓ ન જાણતા એક સામાન્ય રશિયન પ્રજાજનને તમે કહો કે, જે માણસે પોતાનું છેલ્લું વસ્ત્ર બીજાને આપ્યું કે એને મળતું સત્કાર્ય કર્યું, તે માણસ “સુંદર કે રૂપાળી’ રીતે વર્યો; અથવા એક જણે બીજાને છેતર્યો તેણે “કદરૂપું” કામ કર્યું કે તેને કહો કે, અમુક ગાયન ‘સુંદર' છે; તો તેને આમ-રશિયન-પ્રજાજન નહિ સમજે. રશિયન ભાષામાં કામ “સારું' કે “દયાળુ', અને “ નઠારું” કે “ઘાતકી” કહેવાશે; તેમ જ સંગીત પણ “સારું” કે “પ્રિય” અથવા “નઠારું' કે
અપ્રિય’ કહેવાશે; પરંતુ તેમાં ‘રૂપાળું’ કે ‘કદરૂપું' સંગીત એના જેવા પ્રયોગો નહિ હોઈ શકે.
* મૂળમાં, ઉદા. તરીકે, ટોચે પુરોગામીનાં નામ આપ્યાં છે – બેં મગાર્ટન, કાટ, શેલિંગ, શીલર, ફિશ, વિકલમાન, લેસિંગ, હેગલ, શનિહોર, હાર્ટમાન, કાસ્લર, કઝીન, લેક વગેરે.