________________
૩૪
કળા એટલે શું? એક માણસ પોતાના દેખાવથી કે પોતાના ધ્વનિથી, પોતે જેવી લાગણી અનુભવી તેવી જ તેને લાગલી પ્રગટ કરે, અને બીજાને કે અનેક બીજાને તરત સીધેસીધા તે વડે ચેપે; જેમ કે, પિતાથી બગાસું ખાયા વગર ન રહેવાય ને તે ખાઈને સામાને બગાસું ખવડાવે, અથવા પોતાને હસવું કે રડવું પડે ને તેથી સામાને હસાવે કે રડાવે, અથવા પોતાને દુ:ખી થવું પડે ને તેથી સામાને દુ:ખી કરે; –આવી ક્રિયા કળા નથી થતી.
કળા ત્યારે શરૂ થાય છે કે જ્યારે માણસ, અમુક એક લાગણીના અનુભવમાં પોતાની સાથે બીજાને કે અનેક બીજાને સાથે જોડવાના ઉદ્દેશથી, તે લાગણીને અમુક બાહ્ય સંજ્ઞાઓ દ્વારા વ્યક્ત કરે. એક સાદામાં સાદો દાખલો લઈએ: ધારો કે, એક છોકરે વરુ સામે મળતાં નીપજતો ભય અનુભવ્યો, અને હવે તે એને વર્ણવે છે. પોતે ભયની જે લાગણી અનુભવી તે સામામાં તાદૃશ ઉપજાવવાને સારુ, તે પોતાની જાતનું, વરુની ભેટ થતા પહેલાંની પોતાની દશાનું, આસપાસનું, જંગલનું, પોતાના આનંદી સ્વભાવનું વર્ણન કરે છે, અને પછી, કેમ વરુ દેખાયું, કેવાં તેનાં હલનચલન હતાં, તેની ને પોતાની વચ્ચે કેટલું . અંતર હતું, વગેરે બધું કહે છે. આ વાત કહેતી વખતે, જો તે છોકરો તે વખતે પોતે અનુભવેલી લાગણીઓ ફરી અનુભવે અને શ્રોતાઓને તેનો ચેપ લગાડે ને પોતાની લાગણી અનુભવવા તેમને ફરજ પાડેતે ઉપરનું બધું વર્ણન કળા છે. છોકરે વરુને જોયું જ ન હોય પણ ઘણી વાર તેનાથી બીતો હોય, અને તે બીકની લાગણી બીજામાં જગવવાની ઇચ્છાથી, વરુ સાથે ભેટ કલ્પી કાઢીને તે કહે, કે જેથી શ્રોતાઓને પોતાના અનુભવની વરુ-ભયની લાગણી અનુભવાવેતો તે પણ કળા થાય. અને તેવી રીતે, ( ખરેખર કે કલ્પનાથી) માણસ દુ:ખનો ભય કે આનંદનું આકર્ષણ અનુભવી, તે લાગણીઓને કેન્વાસ કે આરસ પર એવી રીતે ઉતારે છે તે જોઈને બીજા ચેપાય, તો તે કલા છે. અને માણસ, ખરેખર કે કલ્પનાથી, આનંદ, સુખ, દુ:ખ, નિરાશા,