________________
ખાટી વ્યાખ્યાઓનું મૂળકારણું પરંતુ, પ્રાચીન કાળમાં, જે કળા (કદાચ ટકવા દેવામાં આવતી તોય) સહી જ લેવામાં આવતી, તે જ કળા આપણા સમયમાં, તે મજા કરાવે તેટલા માત્ર, અચૂક સારી વસ્તુ ગણાવા લાગી, – આવું બની શકયું શી રીતે?
એ પરિણામ નીચેનાં કારણોએ આવ્યું છે:– મનુષ્યો જીવનને જે અર્થ જુએ છે તેના ઉપર કળાની ( એટલે કે, તે દ્વારા વહન થતી લાગણીઓની) કિંમતની આંકણી આધાર રાખે છે; અર્થાત્ જીવનમાં તેઓ શાને સારું અને શાને નરસું માને છે, તેના ઉપર એ અવલંબે છે. અને સારું છું અને નઠારું શું, એની વ્યાખ્યા, જેને ધર્મ કહેવામાં આવે છે, તેના વડે થાય છે.
માનવજાત જીવનની પોતાની નીચલી કક્ષાની આંશિક ને અસ્પષ્ટ સમજમાંથી, સરખામણીમાં તેનાથી વધારે વિશાળ અને સ્પષ્ટતર એવી ઊંચી ભૂમિકાએ સતત પ્રગતિ કરે છે. અને હરેક માનવ હિલચાલની પેઠે આમાં પણ તેના નેતાઓ હોય છે. (નેતાઓ એટલે કે, એવા માણસે કે જેઓ બીજા કરતાં જીવનનો અર્થ વધારે સ્પષ્ટ સમજે છે. ) અને આવા આગળ વધેલા માણસોમાં હમેશ એક એવો માણસ હોય છે, કે જે આ જીવનના અર્થને બીજા કરતાં વધારે સ્પષ્ટતા - સરળતા અને બળપૂર્વક, પોતાની વાણીથી અને પોતાના જીવનથી વ્યક્ત કરતો હોય છે. આવો માણસ જીવનને જે અર્થ વ્યક્ત કરે છે, તથા તેવા માણસની સ્મૃતિની આસપાસ જે વહેમ, પ્રણાલીઓ અને વિધિએ સામાન્યપણે ઊભાં થાય છે, તે બધાને સમાવેશ “ધર્મ' કહેવાતી વસ્તુમાં થાય છે.
૩૯