________________
કુલાની ખરી વ્યાખ્યા
૩૭
એકબીજાથી તે વધારે અલગ અને માંહામાંહે વધારે ઝઘડતા ને શત્રુવટવાળા હોત.
આથી કરીને કલાની ક્રિયા અતિ મહત્ત્વની માનવપ્રવૃત્તિ છે. ખુદ ભાષાની ક્રિયા જેટલી તેની મહત્તા છે, અને મનુષ્યમાં તે એટલી જ સર્વસામાન્ય વ્યાપેલી છે.
આપણી ઉપર ભાષા માત્ર પ્રવચનો, ભાષણા, કે ચાપડીએથી જ નહિ, પરંતુ વિચારો અને અનુભવાની આપલે કરવા માટે આપણે જે જે બધા બાલ કાઢીએ છીએ તે બધાથી પણ કામ કરે છે; તે જ પ્રમાણે, કલા, તેના વિશાળ અર્થમાં, આપણા આખા જીવનમાં સભર વ્યાપે છે; પરંતુ ‘કલા ’શબ્દ આપણે માત્ર તેના ઘેાડા જ આવિષ્કારોને, તેના મર્યાદિત અર્થમાં, લગાડીએ છીએ.
થિયેટરો, સંગીત-જલસા, અને પ્રદર્શનમાં જે આપણે જોઈએ કે સાંભળીએ, તેને જ કલા સમજવાને આપણે ટેવાયા છીએ,— ( મકાનો, પૂતળાં, કાવ્યો, નવલકથા, વગેરે પણ આ સાથે સમજી લેવાં. ). . પરંતુ આ બધું તે, જીવનમાં જેનાથી આપણે આપલે કરીએ છીએ એવું જે કલા-સાધન, તેને નાનામાં નાના જ ભાગ છે. હાલરડું, મજાક, ચાળા કે નકલ, ઘર-શણગાર, વસ્ત્ર અને વાસણકૂસણથી માંડીને પ્રાર્થના, ઇમારતા, સ્મારકો, અને વિજયકૂચા આવી આવી વિવિધ બધી કલાકૃતિઓથી આખું માનવજીવન ભરેલું છે. આ બધું જ કલાપ્રવૃત્તિ છે. એટલે કલાના મર્યાદિત અર્થમાં, લાગણીઓ વહન કરતી બધી જ માનવપ્રવૃત્તિને આપણે ક્લા નથી કહેતા, પરંતુ તેના એટલા જ ભાગને કહીએ છીએ કે જેને, અમુક કારણને લઈને, આપણે તેમાંથી વીણી લઈએ છીએ અને ખાસ મહત્ત્વ આપીએ છીએ.
આવું ખાસ મહત્ત્વ બધાં મનુષ્યોએ હમેશ, આ પ્રવૃત્તિના એ જ ભાગને આપ્યું છે કે જે તેમની ધર્મપ્રતીતિમાંથી ઝરતી લાગણીઓનું વહન કરે છે; અને આ નાના ભાગને તેઓએ ખાસ કરીને કળા કહી છે, અને કળા શબ્દનો પૂર્ણ અર્થ તેને લગાડયો છે.