________________
૩૮
કળા એટલે શું? | સૉક્રેટીસ, પ્લેટો, એરિસ્ટોટલ, એ પ્રાચીન બુજર કળાને આ પ્રમાણે લેખતા. એ જ પ્રમાણે હિબૂ પેગંબરો અને પ્રાચીન ખ્રિસ્તીઓ પણ કળાને આદરતા. એમ જ મુસલમાનો સમજતા અને હજી સમજે છે. અને એ જ પ્રમાણે, આપણી પોતાની ખેડુ-પરજમાં જે ધર્મભાવી છે, તે હજી પણ સમજે છે.
માનવજાતના કેટલાક ગુરુઓ – જેમ કે, “રિપબ્લિક’માં પ્લેટો, આદિખ્રિસ્તીઓ જેવા લોક, ચુસ્ત મુસલમાન, અને બૌદ્ધો – એટલે સુધી ગયા છે કે, તેઓએ કલામાત્રને ઇન્કારી છે.
આજની પ્રચલિત કલાદૃષ્ટિ આનંદ આપનારી કોઈ પણ ચીજને સારી કલા ગણે છે. ઉપર જણાવેલી રીતે કલા વિચારનારાઓ આ રીતની સામે જઈ એમ માનતા અને માને છે કે, ભાષાનું તો એવું છે કે ન સાંભળવી હોય તો ન સાંભળીએ, પરંતુ કળાની શક્તિ તો એવી ભારે ભયંકર છે કે, ઇચ્છા વિરુદ્ધ તે લોકોને ચેપી શકે છે; એટલે જે તે બધી જ કળાને સહી લેવા કરતાં કળામાત્રને પાણીચું આપવાથી મનુષ્યજાતને કયાંય છું નુકસાન થશે.
કલામાત્રને ઇન્કારી કાઢવામાં આ લોકો ઉઘાડી ભૂલ કરતા હતા; કેમ કે, જેના વિના મનુષ્યજાત નભી ન શકે એવા અનિવાર્ય તથા ન ઇન્કારી શકાય એવા એક માનવ-વિનિમય-સાધનને તેઓ નકારતા હતા. પરંતુ આજના આપણા વર્ગના સુધરેલા યુરોપીય સમાજના લોકો પણ ત્યારે સામેથી ઓછી ભૂલ નથી કરતા: સૌંદર્ય સાધે, એટલે કે, લોકને મજા કે આનંદ કરાવે, તો પછી ગમે તેવી કળાને તે પસંદ કરે છે !
આ પહેલાં લોકો એમ બીતા કે, રખેને કલાકૃતિઓમાં થોડીક ભ્રષ્ટ કરનારી પેસી ગઈ તો ! એટલે તેઓ સદંતર કળાનો નિષેધ કરતા. હવે લોકો એમ બી એ છે કે, રખેને કળા આપી શકે એવી કોઈ પણ મજા વગર આપણે રહી જઈએ તો ! એટલે તે ગમે તે કળાને સંઘરે છે. ' અને મને લાગે છે કે, આ બીજી ભૂલ પહેલી કરતાં વધારે મોટી છે અને તેનાં પરિણામો કયાંય વધારે નુકસાન કરનારાં છે.