________________
કળા એટલે શું? ઊર્મિઓને આવિષ્કાર એ કળા નથી; મજેદાર કે આનંદક વસ્તુનું નિર્માણ એ કળા નથી; અને સૌથી ખાસ તો એ કે, તે મજા કે આનંદ નથી. પરંતુ કળા એ મનુષ્યોમાં એકતા કે મિલનનું સાધન છે; એકસમાન લાગણીઓ અનુભવવાને માટે તે સૌને એકઠા કરે છે, અને એ રીતે તે વ્યક્તિ તથા સમસ્ત માનવજાતના જીવન અને કલ્યાણ તરફ પ્રગતિ કરવાને માટે અનિવાર્ય વસ્તુ છે.
ભાષાથી વિચારો વ્યક્ત કરવાની પોતાની શક્તિથી માણસ, પૂર્વે આખી માનવજાતે વિચારક્ષેત્રમાં પોતાને માટે શું કર્યું છે, તે જાણી શકે છે; અને બીજાના વિચારો સમજવાની પોતાની શક્તિથી તેમની વિચારણાઓમાં તે ભાગ લઈ શકે છે, અને બીજા પાસેથી મેળવી પોતે પચાવીને અપનાવેલા કે પેતામાં જ નવા કુરેલા વિચારો પોતાના સમકાલીનને તથા પછી થનારા અનુગામીઓને તે આપી શકે છે. આવી ભાષાશક્તિની જ પેઠે, કળા વાટે બીજાની લાગણીઓથી ચેપાવાની પોતાની માનવશક્તિથી, માણસને તેના સમકાલીન જીવનમાં જે બધું અનુભવે છે, તથા હજારો વર્ષો પૂર્વેનાં મનુષ્યોએ અનુભવેલી લાગણીઓ, તે બધું મળી શકે છે, અને પોતાની લાગણીઓ પણ બીજાને પહોંચાડવાની શકયતા તેને સાંપડે છે.
પોતાના પૂર્વજોના વિચારો મેળવવાની અને પોતાના વિચારો બીજાને પહોંચાડવાની આવી ભાષાની શક્તિ જો લોકો પાસે ન હોય, તો માણસ રાની પશુ જેવો કે કાસ્પર હોસેર* જેવો જ રહેત.
અને જો કળાથી ચેપાવાની આ બીજી શક્તિ મનુષ્યમાં ન હોત, તો મનુષ્યો એના કરતાં પણ વધુ રાની રહેત; અને વિશેષ તો એ કે,
ક ટેસ્ટચ નીચે ટીપમાં આ માણસની આમ ઓળખાણ આપે છે – ““ન્યુરેઅગ અનાથાલય ’ને, તે શહેરના બજારમાં, તા. ૨૩–૫-૧૯૨૮ના રેજ, લગભગ સળેક વર્ષને દેખાતો આ માણસ હાથ લાગેલે. તે જૂજ જાજ જ બોલતો અને સામાન્ય ચીજો વિષે પણ તે લગભગ સાવ અજ્ઞાન જ હતો. પછી આગળ ઉપર તેણે સમજાવ્યું હતું કે, તેને ભેચરાની કેદમાં ઉછેરવામાં આવ્યો હતો અને એક જ માણસ તેની પાસે આવતે, – જેને તે ભાગ્યે જ જેતે. ”