________________
કળા એટલે શું?
શરીરવિદ્યા અને વિકાસવાદની દૃષ્ટિવાળી ૧(ક) વ્યાખ્યા લઈએ. આપણી આગળ પ્રસ્તુત વિષય, કલાપ્રવૃત્તિ પોતે શી વસ્તુ છે, તે વિચારના છે. એને અંગે વાત કરવાને બદલે આ વ્યાખ્યા ક્લાના ઊગમની ચર્ચા કરે છે; અને તેથી તે અચાકસ છે.
૩૨
૧ (ખ) તેના [ ૧ (ક) ના ] સુધારારૂપ છે; મનુષ્યશરીર ઉપર થતી શારીરિક અસરોના પાયા ઉપર તે અવલંબેલી છે. તે પણ અચાકસ છે; કારણ કે, તે મુજબ તે બીજી ઘણી માનવ-પ્રવૃત્તિઓ પણ કળામાં સમાવી શકાય. જેમ કે, રૂપાળાં વસ્ત્રો, મધુર સુગંધીઓ, અને ખારાકની વાનીઓની બનાવટને ( આ વ્યાખ્યા મુજબ) કળામાં ગણનારા નવીન કલાવાદમાં આ પ્રકારે અતિવ્યાપ્તિ થઈ છે.
ઊર્મિઓના આવિષ્કરણમાં કલા રહેલી છે એમ જણાવતી ૨ નંબરની પ્રાયોગિક વ્યાખ્યા અચાકસ છે; કારણ કે, માણસ રેખા-રંગ-ધ્વનિકે-શબ્દ વડે પોતાની ઊર્મિઓ પ્રગટ કરે, પણ તેનાથી બીજા ઉપર જો કાંઈ અસર નીપજે નહિ, તે પછી તેની ઊર્મિઓનું આવિષ્કરણ કળા નથી.
સલ્લીની વ્યાખ્યા નં. ૩ અચેાકસ છે; કારણ કે, અંગત લાભદૃષ્ટિથી અલગ રીતે, કર્તા અને શ્રોતા – પ્રેક્ષકોને મજેદાર લાગણી અનુભવાવતી વસ્તુઓ કે કાર્યોમાં, જાદુ અને વ્યાયામના ખેલા અને બીજી પ્રવૃતિઓ પણ આવી જાય, કે જે કળા નથી. બીજી બાજા, જે કરવામાં તેના કર્તાને મજા ન આવતી હાય અને તેનાથી સામાને થતું સંવેદન અરુચિકર હોય, એવી વસ્તુઓ, જેવી કે, કાવ્ય અને નાટકમાં આવતાં વિષાદમય હૃદયભેદક દૃશ્યો,— ચાક્કસપણે કલાકૃતિઓ હોય.
આ બધી વ્યાખ્યાઓની અચાકરાતા એ હકીકતમાંથી નીપજે છે કે, ( તત્ત્વજ્ઞાની વ્યાખ્યાઓ સુધ્ધાં ) તે બધીમાં જે વસ્તુ વિચારાઈ છે, તે કળામાંથી મળતી મજા કે આનંદ છે, અને નહિ કે મનુષ્યજીવનમાં અને મનુષ્યજાતમાં તેણે જે હેતુ સારવાના છે તે.
એટલે, કલાની સાચી વ્યાખ્યા કરવી હોય તેા પહેલી જરૂર એ છે કે, આનંદ કે મજાના સાધન તરીકે તેને ગણતા અટકવું, અને તેને