________________
૩૦
કળા એટલે શું? તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્રક, શરીરશાસ્ત્ર, અને ઇતિહાસ મારફતે પણ કરવામાં આવે છે!)- એવા પરાયા ક્ષેત્રમાં તે પ્રશ્નને ફેરવી કાઢવાથી, વ્યાખ્યા કરવાનું તે કામ જ અશકય બને છે. અને જેમ એક જણને ફળ અને બીજાને માંસ કેમ ભાવે છે તેની ચર્ચાઓ કરવાથી, પોષણ માટે ખાસ શું જરૂરી છે તે શોધવામાં કાંઈ મદદ નથી થતી, તેમ જ કલાક્ષેત્રમાં રુચિના (કે જ્યાં આગળ વગર ઇચ્છયે પણ કલાચર્ચા આવી જ રહે છે, તેના) પ્રશ્નોને ઉકેલ, જે ખાસ માનવ પ્રવૃત્તિને આપણે કળા કહીએ છીએ તે ખરેખર શેમાં રહેલી છે, એ સ્પષ્ટ કરવામાં કશી મદદ નથી દેતો; એટલું જ નહિ, પણ આખી વસ્તુને ગોટો વાળવાને ભાગે પણ દરેક જાતની કલાનું સમર્થન કરનારા એ ખ્યાલમાંથી જ્યાં સુધી
આપણે છૂટીએ નહિ, ત્યાં સુધી આવી સ્પષ્ટ વ્યાખ્યા કરવાનું કામ તે • તદ્દન અશક્ય કરી મૂકે છે.
એટલે ત્યારે, જેને ખાતર લાખો માણસોની મજૂરી, અરે, મનુષ્યોનાં જીવન જેવાં જીવન અને તેની નીતિમત્તા પોતે પણ હોમાય છે, તેવી આ કળા એટલે શું?– એ પ્રશ્નના જવાબો વર્તમાન કલામીમાંસામાંથી આપણે કાઢી જોયા, તે બધાનો સાર એટલો નીકળ્યો કે –
ક્લાનો હેતું સૌંદર્ય છે; અને સૌંદર્યની પારખ એ કે, તે મજા કે આનંદ આપે અને કલાનો આનંદ સારી અને મહત્ત્વની વસ્તુ છે, કારણ કે તે આનંદ છે. ટૂંકમાં, મજા કે આનંદ સારી વસ્તુ છે, કારણ કે તે મજા છે!
આમ, જેને કળાની વ્યાખ્યા ગણાય છે તે બિલકુલ વ્યાખ્યા જ નથી, પરંતુ વર્તમાન કલાને વાજબી ઠરાવવા માટેની અવળસવળ બાજી કે બનાવટ જ છે.
એટલે, કહેવું ગમે તેવું વિચિત્ર લાગવા છતાં, વાત એમ છે કે, ક્લા ઉપર પુસ્તકોના ડુંગરો લખાયા છતાં, કલાની ચોકસ વ્યાખ્યા રચાઈ નથી. અને તેનું કારણ એટલું જ છે કે, કલાનો વિચાર સૌંદર્યના વિચારના પાયા ઉપર મુકાયો છે.