________________
પ
કલાની ખરી વ્યાખ્યા કલાની વ્યાખ્યા કરવાની આખી બાબતને ચૂંથી નાખનારો એવો સૌંદર્યને પેલો ખ્યાલ ત્યારે બાજુએ રાખીને વિચારીએ, તો કલા એટલે શું? એ ખ્યાલને અલગ રાખીને વિચારનારી, છેક છેલ્લી, ને વધુમાં વધુ સમજાય એવી વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે :
૧. (ક) કલાપ્રવૃત્તિ પશુસૃષ્ટિમાં પણ ઉદ્ભવે છે. તેનું મૂળ કામવાસના અને ક્રીડા કે ખેલની પ્રેરણા છે, (શીલર, ડાર્વિન, સ્પેન્સર આ વ્યાખ્યા કરનારામાં છે. ); અને (ખ) તેની સાથે શરીરના જ્ઞાનતંતુતંત્રમાં એક જાતને મજેદાર કે આનંદદાયી ઉશ્કેરાટ મોજૂદ હોય છે. (આ વ્યાખ્યાકાર ગ્રાન્ટ એલન છે.)
આ વ્યાખ્યા શરીરવિદ્યા અને વિકાસવાદની દૃષ્ટિવાળી છે.
૨. મનુષ્યના અનુભવમાં આવતી ઊર્મિનું રેખા, રંગ, ગતિ, ધ્વનિ, કે શબ્દ દ્વારા બહાર પ્રગટ થવું તે કળા છે. (વેરૉન)
કળાની આ વ્યાખ્યા પ્રાયોગિક છે. અને કલાને છેક છેવટની અપાયેલી (સલીની) વ્યાખ્યા પ્રમાણે–
૩. “એવી કાઈ કાયમી વસ્તુ કે આગંતુક કાર્ય નિર્માણ કરવું, કે જે તેના નિર્માતાને સક્રિય સીધો આનંદ આપે એવું હોય એટલું જ નહિ, પણ તેના અનેક પ્રેક્ષકો કે શ્રોતાઓને પણ તે આનંદની છાપ પહોંચાડે, અને તે આનંદ એ કાર્યમાંથી મળતા કોઈ અંગત લાભની દૃષ્ટિથી તદ્દન અલગ રીતે નિષ્પન્ન થતો હોય.”– કળા આ વસ્તુ છે.
સૌંદર્યભાવ ઉપર ઊભેલી તત્ત્વજ્ઞાનની વ્યાખ્યાઓ કરતાં આ વ્યાખ્યાઓ ચડે છે ખરી; છતાં ચોકસાઈથી તે બહુ વેગળી છે.