________________
જવાબ મળતો નથી
૨૯ વ્યાખ્યાનો આધાર આપણા સ્વાદની વૃપ્તિ ન બની શકે; તેથી કરીને,
જે ખોરાકથી આપણે ટેવાયા છીએ એવી બધી ચીજો– “કેયન’ પીપર, લિમ્બર્ગ ચીઝ, દારૂ વગેરે વાનીઓનાં ભેજન – ઉત્તમોત્તમ માનવ ખોરાક છે, એમ માની લેવા માટે આપણને કશો હક્ક નથી.
તે જ પ્રમાણે સૌદર્ય – અર્થાતુ, જે આપણને મજા કે આનંદ આપે તે, કોઈ રીતે કલાની વ્યાખ્યાનો આધાર ન બની શકે અથવા તો આપણને આનંદ આપતા અમુક પદાર્થોની પરંપરા, કળા કેવી હોવી જોઈએ, તેનું ધોરણ ન બની શકે.
આપણને મળતી મજા કે આનંદમાં કળાનો ઉદ્દેશ અને પ્રયોજન ભાળવાં એ તો (નીચામાં નીચલી નીતિકક્ષાના લોકો- દા. ત. જંગલીઓકહે એમ) ખાતી વખતે પડતી મજામાં ખોરાકનાં ઉદ્દેશ અને પ્રયોજન રહેલાં માનવાં એના જેવું થાય.
રાકનાં ઉદ્દેશ અને પ્રયોજન તેમાંથી મળતાં મજા કે આનંદ છે એમ માનનારા લોક જેમ ખાવાની ક્રિયાનો સાચો અર્થ ન સમજી શકે, તેમ જ કળાનો ઉદ્દેશ મજા કે આનંદ છે એમ માનનારાઓ પણ તેનાં સાચાં ઉદ્દેશ અને પ્રયોજન ન સમજી શકે, કારણ કે, જે ક્રિયાનો અર્થ જીવનનાં બીજાં ક્ષેત્રો અંગે રહેલો છે, તેને માટે તેઓ આનંદ કે માને ખોટો અને વાંધા-ભરેલો હેતુ ઠોકી બેસાડે છે. ખાવાની ક્રિયાનો અર્થ શરીર-પષણ છે એ ત્યારે જ સમજાય, કે જ્યારે તે ક્રિયાને હેતુ સ્વાદની મજા છે એમ માનતા તેઓ અટકે. અને તેમ જ કળા માટે પણ છે: કળાને સાચો અર્થ લોકોને ત્યારે જ સમજાશે, કે જ્યારે તે પહેલા એમ માનતા અટકે છે, તેનો ઉદ્દેશ સૌંદર્ય – એટલે કે, મજા યા આનંદ –છે. સૌંદર્ય, એટલે કે, કળામાંથી મળતી અમુક મજા કે આનંદ, એ કળાનો ઉદ્દેશ છે એમ ગણવું, એ કળાની વ્યાખ્યા કરવામાં આપણને મદદ કરવામાં નકામું નીવડે છે એટલું જ નહિ, પરંતુ કળાને માટે જે તદ્દન પરાયું ક્ષેત્ર છે, (જેમ કે, અમુક કૃતિ એક જણને ગમે છે અને અમુક બીજી કૃતિ બીજાને ગમે છે કે નથી ગમતી, તેનું કારણ શું? – એની ચર્ચાઓ