________________
જવાબ મળતા નથી
૨૭
પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે) પાતે પહેલેથી તારવી કાઢેલ કલાવિષયક ધોરણ સાથે તેના મેળ ખાય છે કે નહિ, તે જ માત્ર ખ્યાલ પરથી એ નણાય કે અંકાય છે.
પેલે દિવસે હું ફૉલ્બેટ નામના લેખકની ચાપડી વાંચતા હતા. તે ખરાબ લખાયેલી ચોપડી છે એમ મુદ્દલ ન કહી શકાય. કળાકૃતિઓમાં નીતિમત્તા જોઈએ એવી માગણી વિષે ચર્ચા કરતાં તે લેખક સાફ કહે છે કે, કલામાં નીતિમત્તા આપણે ન માગવી જોઈએ. અને તેની સાબિતીમાં તે એવી હકીકત રજૂ કરે છે કે, આવી માગણી જો કબૂલ રાખીએ તે પછી શેક્સિપયરનું ‘રોમિયો જુલિયેટ ’ અને ગેટેનું ‘ વિલ્હેમ મીસ્ટર ’ સારી કળાની વ્યાખ્યામાં નહિ આવી શકે; પરંતુ આ બે કૃતિઓ આપણા પ્રચલિત ધોરણ પ્રમાણે તો સારી કળા ગણાય જ છે. એટલે તે ઠરાવે છે કે, પેલી માગણી અયોગ્ય છે, અને તેથી એ કૃતિઓની જોડે બેસતી આવે એવી કલાની વ્યાખ્યા તારવી કાઢવી જોઈએ. અને ફૉલ્જેટ તારવી કાઢે છે કે, કલાના પાયા તરીકે નીતિમત્તાને બદલે ‘મહત્ત્વ’ વસ્તુની માગણી કરવી જોઈએ.
કલાનાં વિદ્યમાન બધાં ધોરણો આ ઢબે ઘડાયાં છે. સાચી કળા કઈ તેની વ્યાખ્યા આપીને, અમુક કૃતિ તે પ્રમાણે છે કે નથી તે તપાસી, તેને સારી કે નરસી કળા ઠરાવવાને બદલે, કૃતિઓને અમુક વર્ગ, કે જે કશાક કારણથી લોકોના અમુક મંડળને ગમતો હોઈ કળા તરીકે સ્વીકારાય છે, તે બધી કૃતિઓને બેસતી આવે એવી વ્યાખ્યા ઘડી કાઢવામાં આવે છે. * કળાક્ષેત્રમાં ભલેને ગમે તેવી ગાંડી કૃતિએ બહાર પડે, પણ આપણા સમાજના ઉપલા વર્ગમાં એક વાર તે કળા તરીકે સ્વીકારાય કે તરત, તે સારી કળા છે એમ સમજાવી, તેમની ઉપર કલાની મહાર મારતા વાદ શોધી કાઢવામાં આવે છે; જાણે
* કળાની વ્યાખ્યા આમ ગેાઠવી કાઢચાને! એક દાખલે અહીં ટાંકવામાં આવેલા છે – સૂથર નામના જર્મનના ‘ ૧૯મા સૈકાની કલાના ઇતિહાસ, ' નામના ગ્રંથમાંથી. સ.