________________
જવાબ મળતો નથી
૨૫ વસ્તુસ્થિતિ ત્યારે એકંદરે આમ છે. તે જોતાં તદ્દન સ્વાભાવિક પણે તો એમ લાગે કે, કલાશાસ્ત્ર સૌંદર્ય (એટલે કે, મજા યા આનંદ આપે તે) ઉપર ઊભેલી કલાની વ્યાખ્યાથી સંતુષ્ટ થવા જ ના પાડવી જોઈએ, અને બધા જ પ્રકારની કલાકૃતિઓને લાગુ પડે એવી સર્વસામાન્ય વ્યાખ્યા શોધવી જોઈએ; કે જેને આધારે આપણે નક્કી કરી શકીએ કે, અમુક વસ્તુ કલાક્ષેત્રમાં આવે કે ન આવે. પરંતુ વાચકે, મેં આપેલી કલાવાદોની વ્યાખ્યાઓના સાર પરથી, કે મૂળ કલાગ્રંથો જોવાની તકલીફ તેણે લીધી હશે તો તે પરથી, વધુ સ્પષ્ટતાપૂર્વક જોયું હશે કે, આવી વ્યાખ્યા તો મળતી નથી. આપણે જોયું કે, વ્યાખ્યાઓ જેવું જે મળે છે તે કહે છે કે, સૌંદર્ય એ કુદરતનું અનુકરણ છે, કે કોઈ હેતુની અનુરૂપતા છે, તે અંગેની સંગતતા છે, કે સમરૂપતા છે, કે સંગીતિ છે, કે વિવિધતામાં એકતા છે, વગેરે વગેરે. કેવળ કે આત્યંતિક સૌંદર્યની વ્યાખ્યા આપવાના આ પ્રયત્નો યા તો કશું જ કહેતા નથી, અથવા કાંઈ કહે છે તો કેટલીક કલાકૃતિઓનાં કેટલાંક જ લક્ષણો; એટલે, સો કોઈ જેને કળા કહેતું આવ્યું છે અને હજુ કહ્યું જાય છે તે બધુંય તેમાં સમાવાનું તો બાજુએ જ રહી જાય છે.
એટલે સૌંદર્યની વસ્તુગત વ્યાખ્યા જ મળતી નથી. (તત્ત્વજ્ઞાનની ગૂઢ અધ્યાત્મવાદી અને પ્રત્યક્ષ પ્રાયોગિક, એ બેઉ પ્રકારની) જે મોજુદ છે તે વ્યાખ્યાઓ, – કહેતાં વિચિત્ર લાગતાં છતાં, – એક જ મનોગતા વ્યાખ્યામાં સમાઈ જાય છે, અને તે એ કે, સૌંદર્યને વ્યક્ત કરે તે કળા, અને તૃષ્ણા કે વાસના જગવ્યા વગર) મજા કે આનંદ આપે તે સૌદર્ય.
કલાની ચાલું વ્યાખ્યાઓને મૂળ દોષ ઘણા કલામીમાંસકોને આવી વ્યાખ્યામાં અપૂરતાપણું અને અસ્થિરતા લાગી છે. તેથી તેનો પાયો ચોકસ કરવા તેઓ જાતે એવો પ્રશ્ન વિચારે છે કે, વસ્તુ આપણને શાથી ગમે છે? અને તે ઉપરથી તેમણે (જેમ કે, હચિસન, વૉલ્ટર, ડિડેરો વગેરેએ સૌદર્યચચને રુચિના