________________
૧૪
કળા એટલે શું? સૌંદર્ય છે એટલું સ્વીકારી લઇએ, તો કળા વિશે ઉપર ઊઠેલા બધા સવાલો સીધી સાદી રીતે ઊકલી જાય. સૌંદર્ય વ્યક્ત કરવામાં કળા રહેલી છે, અને સૌંદર્યને ખ્યાલમાં રાખીને તપાસો તો કળા વિશેના બધા પ્રશ્નો તે ઉકેલી આપે, એમ તે માણસને સ્પષ્ટ અને સમજાય એવું વિધાન લાગે છે.
પરંતુ અહીં એ સવાલ આવે કે, કલામાં રહેલું આ સૌંદર્ય શી વસ્તુ છે ? તેની વ્યાખ્યા શી ? તે શું છે?
હમેશ જોવામાં આવે છે કે, વાચક - શબ્દનો વાચ્ય પદાર્થ જેમ વધારે હવાઈ અને ગૂંચવાયેલો, તેમ લોક તેને વધારે ઠંડે પેટે અને ખાતરીથી વાપર્યે રાખે છે, અને તે એવા દેખાડાની સાથે કે, તે શબ્દથી જે અર્થ સમજાય છે તે એવો તો સાદો અને સ્પષ્ટ છે કે, તે ખરેખર શો છે એ ચર્ચવામાં પડવું એ પણ નકામું છે.
પ્રથાગત જુનવાણી ધર્મની બાબતમાં સામાન્ય રીતે આમ જ વર્તવામાં આવે છે, અને હવે સૌંદર્યના ભાવ વિશે લોકો એમ જ વર્તે છે. અહીં પણ એમ જ માનીને ચાલવામાં આવે છે કે, સૌંદર્ય શબ્દનો અર્થ સૌ કોઈ જાણે છે અને સમજે છે. અને છતાં એ જાણીને નથી; એટલું જ નહિ, બૉમગાર્ટને ૧૭૫૦ માં કલામીમાંસાની વિદ્યા સ્થાપી ત્યારથી આજ ૧૫૦ વર્ષો દરમિયાન એ વિષય પર ભારે વિદ્વાન અને તલસ્પર્શી વિચારકોએ ચોપડીઓના ડુંગરો લખ્યા પછી પણ, સૌંદર્ય એટલે શું, એ સવાલનો જવાબ આજ સુધી નથી જડ્યો, અને કલામીમાંસાના દરેક નવા ગ્રંથમાં તેના નવા નવા ઉત્તર અપાય છે.
એ વિષય ઉપર છેલ્લામાં છેલ્લી એક ચેપડી મેં વાંચી તે રેઢિયાળ લખાણ નથી. તેનું નામ છે “સૌંદર્યનો કોયડો’. કર્તા છે જુલિયસ મિથાલ્ટર.
સૌંદર્ય એટલે શું? એ પ્રશ્નની દશાનું સાવ સચોટ વર્ણન એ ચોપડીનું નામ આપે છે. હજારો વિદ્વાનોએ દોઢ વર્ષ સુધી ચર્ચા છતાં, “સૌંદર્ય” શબ્દનો અર્થ હજી કોયડો જ રહ્યો છે. આ પ્રશ્નનો ઉત્તર જર્મન એમની રીતે આપે છે, અને તેમાં પાછા સો જુદા જુદા પ્રકાર હોય છે. શરીરવિદ્યાવાદી કલામીમાંસકો – ખાસ કરીને હર્બર્ટ સ્પેન્સર, ગ્રાન્ટ