________________
૧૩
કળા એટલે સૌન્દર્ય? નારાઓની કામગીરી કળા ખરી? તેમના પહેરવેશ સીવનારા દરજીઓ ને વાળ સજનારાઓ, ને અત્તરિયા ને રસોઇયા– એ બધાનું કામ કળા ખરી ? તો, એ ઘણાખરા લોકનાં કામોને માટે, તે જવાબ દેશે કે, તે બધાં કલાક્ષેત્રમાં ન આવે. પરંતુ એમાં તે સામાન્ય માણસ ભૂલ ખાય છે. અને તે એટલા જ કારણે કે, તે તદ્વિદ નહિ પણ સામાન્ય માણસ છે અને કલામીમાંસાના પ્રશ્નોમાં તે પડ્યો નથી. તેમાં જ એ પડ્યો હોત તો તેને મહાન સેનાનના ‘Marc Aurele' નામે ગ્રંથમાં એવું પ્રકરણ જોવા મળત કે જેમાં તેણે પ્રતિપાદન કરી બતાવ્યું છે કે, દરજીનું કામ કળા છે, અને સ્ત્રીના શણગારમાં જેઓ ઉત્તમ કળાનું કાર્યક્ષેત્ર નથી ભાળતા તે લોકો અતિ નાના મનના મંદબુદ્ધિ છે. રેનાન કહે છે, “ આ તો મહાન કળા છે.” ઉપરાંત તે માણસને એય ખબર પડત કે, ઘણી કલામીમાંસાની શાખાઓમાં* પહેરવેશ, સ્વાદ અને સ્પર્શની કલાઓને કળામાં લેવામાં આવી છે.
અને આ વાત છેક છેવટના કલામીમાંસકો કહે છે: સ્પર્શ, સ્વાદ અને ગંધનાં સંવેદનોને તેઓ સૌંદર્ય વ્યક્ત કરનારાં ગણે છે. એટલે સૌંદર્ય વ્યક્ત કરવામાં કલા રહેલી છે, એ વ્યાખ્યા જેવી લાગે છે તેવી જરાય સહેલી નથી.
પરંતુ સામાન્ય માણસ યા તો આ બધું જાણતો નથી કે જાણવા માગતા નથી; અને પોતે ચોક્કસ ખાતરી કરી બેઠો છે કે, કળાનું વસ્તુ
જ અહીં આગળ ટૉલ્સ્ટૉય ઉદાહરણાર્થે બે કલાપંથીનાં નામ આપે છેઃ–પ્રો.કાલિક અને ગુર્યો (Guyau); અને તેમના મુખ્ય ગણાતા લખાણમાંથી ઉતાર આપી પિતાના કથનનું સમર્થન કરે છે. પ્રો. કાલિક પાંચ ઇન્દ્રિયના વિષયની પંચકલા કહે છેઃ સ્વાદલા, સ્પર્શકલા, ધ્રાણલા, શ્રવણકલા, દર્શનકલા.
ફેંચ લેખક ગુનો પણ આ જાતને મત ટાંકે છે. તે સ્પર્શકલાને ને સ્વાદકલાનો સૌને જાતે અનુભવ–સુંવાળપ ઇ–ટાંકે છે. આ લાંબો ભાગ, મુખ્ય દલીલના પ્રવાહમાં, ગુજરાતી વાચકને જરૂર નથી મા, તેથી અનુવાદમાં છેડ્યો છે. મ.