________________
કળા એટલે શું ? માણસને, ઘોડા, મકાનને, દૃશ્યને કે ચાલને “રૂપાળું’ વિશેષણ લાગે. આચારવિચાર, શીલ, કે સંગીત આપણને જો ગમે તો કહીએ કે તે સારું છે, અને ન ગમે તો કહીએ કે તે નઠારું છે. પણ ‘રૂપાળું તો જે આંખને ગમે તેને જ કહી શકાય. એટલે “સારું' એ શબ્દ અને તેના ભાવમાં રૂપાળું ને ભાવ સમાય છે; પણ એથી ઊલટું સાચું નથી: સૌંદર્યના ભાવમાં “સારુન -સાધુતાનો ભાવ નથી આવતો. એક વસ્તુના રૂપની કદર કરીને આપણે કહીએ કે તે “સારી’ છે, તો તેમાં આપણે એમ કહીએ છીએ કે તે રૂપાળી છે, પણ જો તેને “રૂપાળી’ કહીએ, તો એનો મુદ્દલ એવો અર્થ ન થાય કે તે સારી છે.
“સારું” અને “રૂપાળું’ શબ્દો અને તેમના ભાવોનો, રશિયન ભાષામાં, આવો અર્થ છે; એટલે કે, તેમનાથી લોક એ પ્રમાણે સમજે છે.
બધી યુરોપીય ભાષાઓમાં, એટલે કે, જે પ્રજાઓમાં કળામાં મુખ્ય આવશ્યક વસ્તુ સૌંદર્ય છે એવો વાદ પ્રસર્યો છે તેમની ભાષાઓમાં, ‘રૂપમાં સુંદર રૂપાળું’ એ અર્થ તો તે તે ભાષાઓના “રૂપાળું” શબ્દને માટેના પર્યાયમાં રહેલો છે; તે ઉપરાંત તે પર્યાયો “સારાશ” “ભલાઈ”
દયાળુતા”નો ભાવ પણ બતાવે છે. એટલે કે, તે શબ્દો “સારું'ના પર્યાય તરીકે પણ કામ દેવા લાગ્યા છે. તેથી તે ભાષાઓમાં “રૂપાળું કાર્ય” જેવો પ્રયોગ કરવાનું અતિ સહજ થયું છે, અને “રૂપ કે આકારની સુંદરતા” ખાસ કહેવા માટે યોગ્ય શબ્દ તે ભાષાઓમાં નથી; એ ભાવ દર્શાવવા સારુ તેમને “જોવામાં સુંદર’ કે એવા પ્રયોગ કરવા પડે છે.
આમ, એક બાજુ રશિયન ભાષામાં, અને બીજી બાજુ ઉપર બતાવેલો કલાનો સૌંદર્યવાદ જે યુરોપીય ભાષાઓમાં વ્યાપ્યો છે તે ભાષાઓમાં, “સૌંદર્ય” અને “સુંદર’ના જે નિરનિરાળા અર્થો છે તે તપાસતાં જણાય છે કે, સૌંદર્ય શબ્દ પેલી બધી ભાષાઓમાં “સારું' એવા ખાસ અર્થનો ભાવ પણ મેળવ્યો છે.
અને ખાસ નોંધવા જેવું તો એ છે કે, કલાની યુરોપીય દૃષ્ટિ આપણ રશિયનો જેમ જેમ વધુ અપનાવતા થયા, તેમ તેમ આપણી