________________
કળા એટલે શું? સૂફીના બીજા એક ક્ષેત્રમાં ભાગ્યે જ મળી શકે. કોઈ પદ્ધતિઓ તો વદતવ્યાઘાતની આપ-વિરોધિતા સુધી પહોંચી જાય છે! એ બધાને જોતાં, એક બાજુ વસ્તુશન્ય રૂપાળા શબ્દો આપણને મળે છે, કે જેમનું લક્ષણ માટે ભાગે ભારે એકતરફી છીછરાશ હોય છે, તે બીજી બાજુ તલસ્પર્શી સંશોધન અને વસ્તુના વિવરણની સમૃદ્ધિ હોય છે, તેની ના ન પાડી શકાય; પરંતુ તેની સાથે તેમાં, સાદામાં સાદા વિચારોને સૂક્ષમ કે શુદ્ધ વિજ્ઞાનના વાગા પહેરાવતી અને વાંચતાં ચીડ ચડે એવી કઢંગી ફિલસૂફિક પરિભાષા કે શબ્દમાળા આપણને મળે છે. અને સંશોધન તથા વિવરણની આ બે પદ્ધતિઓની વચલી પદ્ધતિ છે, કે જે જાણે એ બે વચ્ચે કડીરૂપ હોય. આ મધ્યમમાર્ગ પદ્ધતિ એક વાર રૂપાળા શબ્દો છાંટે છે, તે બીજી વાર વળી વિદ્વત્તાનો ડોળ મારે છે.... પરંતુ એવી વિવરણપદ્ધતિ, કે જે આ ત્રણેમાં નથી સપડાતી, પણ ખરેખર વસ્તુગત છે, એટલે કે, પોતાને જે મહત્તવની વસ્તુ સમજાવવાની છે, તેને જે સ્પષ્ટ અને લેકગમ્ય ફિલસૂફિક ભાષામાં કહે છે,– આવી પદ્ધતિ કલામીમાંસાના ક્ષેત્રમાં જેટલી વિરલ છે, તેટલી બીજે કયાંય નહિ મળી શકે.''
અને કાસ્લરની આ ટીકાની સત્યતાની ખાતરી કરવા માટે, ઉદાહરણ તરીકે, તેનો જ એ ગ્રંથ વાંચવો બસ થશે.
આ જ વિષય ઉપર ફ્રેન્ચ લેખક વેરન કલામીમાંસાના તેના ઉમદા ગ્રંથની પ્રસ્તાવનામાં કહે છે
તત્ત્વજ્ઞાનીઓના સ્વપ્ન-તરંગ ખાતે કલા મીમાંસા જેવી આખી ને આખી અપોઈ ચૂકી છે, તેના કરતાં વધારે બીજું એકે વિજ્ઞાન નહિ અર્જાયું હોય. પ્લેટથી માંડીને આજના આપણું જમાનામાં સ્વીકારાયેલા કલાવાદો સુધી નજર કરો તે, લોકોએ કળાને પરમ-સૂમ કલ્પનાઓ અને ઇદ્રિયાતીત ગૂઢતાઓનું વિચિત્ર મિશ્રણ કરી મૂકી છે. તેનું સર્વોત્તમ નિરૂપણ, આત્યંતિક અને આદર્શ એવી સુંદરતાને જે ભાવ કહ્યા છે, તેમાં જોવા મળે છે. આવો આદર્શ સંદર્ય-ભાવ એટલે દૃશ્ય પદાર્થોને દિવ્ય અને અવ્યય નમૂન”.
આ ઍમ. કામ્બર “Kritische Geschichte der Aesthetik” ઈ. સ. ૧૮૭૨, પુ. ૧, પા. ૧૩.