________________
કળા એટલે સદાય? આ ટીકા પૂરેપૂરી યોગ્ય છે એની જાત-ખાતરી કરવા વાચકે સૌંદર્યની વ્યાખ્યા આપતા થોડા ઉતારા વાંચવાની તસ્દી લેવી જોઈએ. એ ઉતારા કલામીમાંસાના મુખ્ય ગણાતા લેખકોમાંથી લીધા છે.
હું એમાં સૉક્રેટીસ, પ્લેટો, એરિસ્ટોટલ, અને પ્લેટીનસ સુધીના બીજા બધા પ્રાચીનોએ આપેલી સૌંદર્યની વ્યાખ્યાઓના ઉતારા નહિ આપું, કારણ કે, ખરું જોતાં, સાધુતા કે ભલાઇથી અલગ એવા સૌંદર્યની કલ્પના, કે જે આપણા કાળની કલામીમાંસાનો હેતુ અને પાયો છે, તેવી કલ્પના એ પ્રાચીન તત્ત્વજ્ઞાનીઓની નહોતી. આજે સામાન્યત: કલામીમાંસામાં એવું કરવામાં આવે છે કે, એ પ્રાચીન તત્ત્વજ્ઞાનીઓના સૌંદર્યવિષયક નિર્ણયો આપણા તે વિશેના ખ્યાલોના સંબંધમાં ટાંકવામાં આવે છે; એથી થાય છે એમ કે, એમના શબ્દોનો જે અર્થ નહોતો, તેવો અર્થ આપણે તેમને અર્પીએ છીએ.*
* આ બાબત બૅનર્ડની વખાણપાત્ર ચોપડી (ઍરિસ્ટોટલનું “એસ્થેટિક) 1911 alezëril (Geschichte der Aesthetik im Altertum) ચેપડીઓ જુએ. ઢ.