________________
જવાબ મળતો નથી
સૌન્દર્યને કેયડે સૌંદર્યની આ બધી વ્યાખ્યાઓનો છેવટે શો સાર આવી રહે છે? એમાંની જે પૂરેપૂરી અચોક્કસ છે તેમને છોડીએ; કેમ કે, કળાના ભાવને પકડવામાં તે નિષ્ફળ નીવડે છે અને એમ માને છે કે, સૌંદર્ય ઉપયોગિતામાં, કે કોઈ હેતુને અનુરૂપ થવામાં, કે સમરૂપતામાં, કે વ્યવસ્થિતિમાં, કે પ્રમાણબદ્ધતામાં, કે સુંવાળપ કે મૃદુતામાં, કે અંગેની સંગતતામાં, કે વિવિધતાની અંદર એકતામાં, અથવા તો આ બધા ભાવોના વિવિધ સમુચ્ચયોમાં રહેલું છે. સૌંદર્યની વસ્તુગત વ્યાખ્યા આપવા માટેના આવા અસંતોષકારી પ્રયત્નો પડતા મૂકીએ, તો કલામીમાંસામાં મળતી બાકીની બધી સૌંદર્ય-વ્યાખ્યામાંથી બે મૌલિક ભાવો નીતરે છે. પહેલો ભાવ એ કે, સૌંદર્ય પોતે પોતાની મેળે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એક ચીજ છે– તે સ્વયંભાવ છે; તે આત્યંતિક પૂર્ણત્વનો, પરમ-ભાવનો, આત્માને, મૂલસંકલ્પને, કે ઈશ્વરનો એક આવિષ્કાર છે. અને બીજો ભાવ એ નીકળે છે કે, સૌંદર્ય એ આપણને મળતી એક જાતની એવી મજા કે આનંદ છે કે જેનો હેતુ અંગત લાભ નથી હોતો.
આમાંની પહેલી વ્યાખ્યા (કે ભાવ) ફિશ, શેલિંગ, હેગલ, શોપનહોર (એ જર્મન); અને કઝીન, જોફ્રૉ, રેવઇસ અને બીજા ફ્રેન્ય ફિલસૂફો સ્વીકારે છે. (બીજા ઊતરતા દરજ્જાના કલાફિલસૂફો અહીં હું ગણાવતા નથી.) આપણા સમયના મોટા ભાગના ભણેલા લોકો સૌંદર્યની
૨૨