________________
૨૧
સૌદર્ય એટલે શું? મંત્રમુગ્ધતા દેખાય છે. તેમાંના કેટલાક, પરચૂરણ ફેરફાર સાથે, બૉમગાર્ટન ને હેગલની ગૂઢતાવાદી કલામીમાંસાને જડતાપૂર્વક ધપાવ્યે રાખે છે. બીજા કેટલાક આ પ્રશ્નને વૈયક્તિક સ્વગતતાના ક્ષેત્રમાં લઇ જાય છે, અને સુંદરતાનો પાયો રુચિ પર રહેલો છે એમ પ્રતિપાદન કરવામાં પડ્યા છે. અને તદ્દન તાજેતરના કેટલાક કલામીમાંસકો સૌંદર્યને ઊગમ શરીરશાસ્ત્રના કાયદાઓમાં ખોળે છે. અને છેવટના વળી કેટલાક એવા છે કે જેઓ સૌંદર્યના ભાવથી તદ્દન સ્વતંત્ર રીતે આ પ્રશ્નનું સંશોધન કરે છે. જેમ કે, સલ્લી તેના ગ્રંથમાં* સૌંદર્યના ખ્યાલને સાવ ફેંકી દે છે. કલાની વ્યાખ્યા તે આ પ્રમાણે કરે છે :- કોઈ કાયમી વસ્તુ કે કોઈ ઘટના-કાર્ય સર્જવાં કે નિપજાવવાં; તે એવાં હોવાં જોઈએ કે, તેના નિપજાવનારને તે સક્રિય આનંદ આપી શકે અને તેના પ્રેક્ષકો કે શ્રોતાઓને તેની આનંદદાયી છાપ પડે અને આ તેમનો અનુભવ તે વસ્તુમાંથી મળતા કોઈ પ્રકારના અંગત લાભથી તદ્દન નાખે તેવો જોઈએ; આવી વસ્તુ કે આવા કાર્યનું સર્જન એ કળા છે.
* “સેન્સેશન ઍન્ડ ઇર્વિશન ડિઝ ઇન સાયકોલેજ ઍન્ડ એસ્થેટિકસ' (૧૮૭૪).
+ નાઈટ નામે લેખકના વિવેચનગ્રંથમાંથી આ છે એમ ટીપમાં જણાવ્યું છે. આમ વ્યાખ્યાઓના ઘને તપાસીને, પછીના પ્રકરણમાં, તેમાંથી સરવાળે શું જાણવા મળે છે, તેનું વિવેચન ટૅક્ટ શરૂ કરે છે. મ.