________________
કળા એટલે દય? ભાષામાં પણ એવો જ અર્થ-વિકાસ દેખાવા લાગ્યો છે. એટલે કેટલાક લોક ત ન ખાતરીથી ને જરાય નવાઈ પામ્યા વિના, “રૂપાળું સંગીત”ને કદરૂપાં કાર્ય” અને “રૂપાળા” કે “કદરૂપા’ વિચારો જેવા શબ્દપ્રયોગો બોલે છે ને લખે છે. પણ ૪૦ વર્ષ ઉપર, એટલે કે, હું જુવાન હતો તે કાળમાં, રૂપાળું સંગીત’ અને ‘કદરૂપાં કામ’ જેવા પ્રયોગો સામાન્ય – રૂઢ નહોતા એટલું જ નહિ, પણ તે ન સમજી શકાય એવા હતા. એટલે, યુરોપીય વિચારે “સૌંદર્ય”માં આ જે નવો અર્થ કે ભાવ અર્પે છે, તેને રશિયન સમાજ પચાવવા લાગ્યો છે, એ ઉઘાડું છે.
અને, ખરેખર, આ અર્થ કે ભાવ શું છે? યુરોપીય લોકોની સમજ પ્રમાણેનું આ “સૌંદર્ય' શી વસ્તુ છે?
આ સવાલનો જવાબ આપવા માટે મારે વર્તમાન કલા-પંથોમાં બહુધા સ્વીકારાયેલી એવી સૌંદર્યની વ્યાખ્યાઓમાંથી કાંઈ નહિ તો થોડીક વીણીને અહીં ઉતારવી જોઈએ. મારી ખાસ વિનંતી છે કે, તેનાથી વાચક કંટાળે નહિ, પણ બધા ઉતારા પૂરેપૂરા વાંચી જાય. અથવા, એથીયે સારું તો એ કે, એકાદ વિદ્વાન કલામીમાંસકને લઈને તેનું લખાણ વાંચી જાય. જર્મન કલામીમાંસકોના થોકબંધ ગ્રંથો જવા દઉં, પણ આને માટે જર્મન ભાષામાં ક્રાલિકની ચોપડી, અંગ્રેજીમાં નાઈટની, અને ફ્રેન્ચમાં લેવકની, બહુ સારી છે; તેમાંથી ગમે તે એક લેવી ઠીક પડશે. કલપના કે વિચારણાના આ ક્ષેત્રમાં કેવી વિવિધ મતમતાંતરતા અને ભયાનક અસ્પષ્ટતા ને અનિશ્ચયનું અંધેર પ્રવર્તે છે, તેનો જાતે ખ્યાલ મેળવવો હોય તો, આવી મહત્ત્વની બાબતમાં બીજાએ આપેલા તેના હેવાલ ઉપર વિશ્વાસ ન રાખતાં, પોતે જ એકાદ વિદ્વાન કલામીમાંસકનો કાંઈ નહિ તો એક ગ્રંથ જરૂર વાંચવો જોઈએ.
દાખલા તરીકે, જર્મન કલામીમાંસક કાસ્વર તેના જાણીતા અને વિગતપૂર્ણ મોટા ગ્રંથની પ્રસ્તાવનામાં આમ કહે છે :
વિષયનાં સંશોધન અને વિવરણ કરવાની પદ્ધતિઓમાં જોવા ભેદે કે નિરનિરાળા પ્રકારે કલા મીમાંસામાં જોવા મળે છે, તેવા લિક–૨