________________
કળા એટલે શું? પ્રશ્ન ! કળા એટલે-શિલ્પ, સ્થાપત્ય, ચિત્રણ, સંગીત, તથા પોતાનાં વિધવિધ રૂપોવાળું કાવ્ય.” અને આવો જવાબ તે આપે છે ત્યારે એમ માને છે કે, પોતે જેની વાત કરે છે તે વિષય તો સ્પષ્ટ છે અને પોતે કહ્યો એવો જ એકસમાન અર્થ સૌ કોઈ તેનો સમજે છે. પણ તેને આગળ પ્રશ્ન કરીએ કે, સ્થાપત્યમાં શું એવાં સાદાં મકાન નથી હોતાં કે જે કલાની ચીજ ન હોય ? અને કળાનો ડોળ દાખવતાં છતાં એવાં મકાનો શું નથી હોતાં કે જે નિષ્ફળ અને બેડોળ હોય, અને તેથી કલાકૃતિમાં જે ન ખાવાં જોઈએ? કલાકૃતિનું પોતાનું ખાસ લક્ષણ શામાં રહેલું છે?
અને એવું જ શિલ૫, સંગીત અને કાવ્યમાં જુઓ તો મળે છે. દરેક પ્રકારની કલાને બે બાજુ છે: એક બાજુ વ્યવહારુ ઉપયોગિતા છે અને બીજી બાજુ કલાતત્ત્વને મૂર્તિમંત કરવાના નિષ્ફળ પ્રયત્નો છે. આ બેઉ બાજથી કળાને નોખી પાડવી શી રીતે? આપણા મંડળનો સામાન્ય ભણેલો માણસ અને ખાસ કલામીમાંસાના અભ્યાસમાં નહિ પડેલો એવો કલાકાર પણ આ પ્રશ્નથી ગૂંચવાશે નહિ; એને એમ લાગે છે કે, આનો ઉત્તર તો અગાઉ કયારનોય અપાઈ ચૂક્યો છે ને સૌ કોઈ સારી રીતે તે જાણે છે.
આવો માણસ જવાબ આપે છે—“કલા એવી પ્રવૃત્તિ છે કે જે સૌંદર્ય નિર્માણ કરે છે.”
આની સામે તમે પૂછશો, “જો કલા એમાં સમાયેલી છે તે બૅલેટ-નાચ કે એકાંકી નાનાં નાટકો કળા ખરાં કે ?'
જરા ખમચાતાં, પેલો સામાન્ય માણસ તેના જવાબમાં કહે છે, “હા, સારો બેલેટ-નાચ કે પાછું એકાંકી નાટક પણ, જેટલે દરજજે તે સૌંદર્ય વ્યક્ત કરે છે, તે પૂરતાં તે કળા છે.”
એને જો પૂછીએ કે, “સારા” અને નઠારા બેલેટ-નાચ વચ્ચે તથા રૂપાળા’ અને કદરૂપા નાટક વચ્ચે શો ફેર? તો તેનો ઉત્તર આપવો એને ભારે અઘરો પડશે. પણ એ પ્રશ્ન જવા દઈએ, ને એને એમ પૂછીએ કે, બૅલેટ અને નાટકની નટીઓના ચહેરા અને રૂપ શણગાર