________________
કળા એટલે સંદર્ય ? બૅલેટ ( સંઘનૃત્ય), સરકસ, નાનાં મોટાં નાટક, પ્રદર્શન, ચિત્ર, જલસો કે પુસ્તકો- દરેકને રજૂ કરવા માટે, ઘણી વાર નુકસાનકારક અને અપમાનકારી કામ કરવા પાછળ હજારો માણસોની કડી ને ના-મનની મજૂરીની જરૂર પડે છે. કલાકારોને જે બધું જોઈએ તે જાતે કરી લેતા હોત તો ઠીક; પરંતુ વસ્તુસ્થિતિ એવી છે કે, તે બધાને કામદારોની મદદ જોઈએ છીએ, અને તે એમના કલાકામ માટે જ નહિ, પણ તેમના પોતાના સામાન્યત: વિલાસી હોતા જીવનના નિભાવને માટે પણ. અને કોઈ પણ રીતે તે એમને મળે છે: યા તો ધનવાન લોક તેમને ધન આપે તે રસ્તે અથવા સરકારી ગ્રાન્ટોથી. આ પૈસો લોકો પાસેથી એકઠો થાય છે, કે જેમને તો કળાથી મળતો આનંદ કદી ચાખવા મળતો નથી, અને કેટલાકને તો કર ભરવા પોતાની એકની એક ગાય વેચવી પડે છે.*
પ્રાચીન ગ્રીક કે રોમન કલાકાર પોતાની જાત કે કળાને માટે, ઠંડે કલેજે, આ રીતે લોકો પાસે સેવા લેતો હતો એ તો ઠીક. ૧૯મા સૈકાના પૂર્વાર્ધન રશિયન કલાકાર એમ કરતો તે પણ ઠીક; કેમ કે ત્યાં સુધી રશિયામાં ગુલામો હતા અને તે હોય એ બરાબર ગણાતું હતું.) પરંતુ આજ સૌને મનુષ્યમાત્રના સમાન હકનો કાંઈક તો આછો પાતળો પણ ખ્યાલ છે. તે વખતે લોકોને કળાને ખાતર ના-મનની મજૂરી
જ આવી સ્થિતિ ખેડૂતની છે એવું બતાવતી એક કરુણ કથા કે ટુચકો ટેસ્ટૉયે લખ્યો છે. જુઓ તેની ચે પડી—“તમને એ નહિ સમજાય ”માં
મહેસૂલ” નામે વાત, પા. ૬૯.
૧૦