________________
પ્રશ્ન શાથી ઊઠે છે મજૂરી, મનુષ્યોનાં જીવન, અને એ સૌમાં મુખ્ય તો સ્ત્રીપુરુષ વચ્ચેનો પ્રેમ એ બધું હોમાય છે, તેવી આ કળા, માનવ બુદ્ધિમાં ઊતરવાને હિસાબે, એક વધુ ને વધુ અનિશ્ચિત સ્વરૂપવાળી ને અસ્પષ્ટ ચીજ બનતી જાય છે.
કલાપ્રેમી લોક જેના ઉપરથી પોતાના મતનું સમર્થન મેળવતા તે વિવેચન પણ હવે તે એવું પરસ્પર-વિરોધી થતું જાય છે કે, જુદા જુદા વિવેચન-) પંથેના વિવેચકો જેને જેને કલા-પદ નથી બક્ષતા, તે બધું જો કલાક્ષેત્રમાંથી બાતલ કરતા જઈએ, તો કલા નામે ભાગ્યે જ કશું પણ રહેવા પામે ! જુદા જુદા ધર્મપંથોના પંડિતો પેઠે, જુદા જુદા કલાપંથીઓ એકમેકને બહાર રાખે છે ને ખંડન કરે છે. આધુનિક કલાપંથોના પંડયાઓનું જો તમે સાંભળો, તો કળાની દરેક શાખામાં, દરેક કલાપંથી જથ બીજાને કલામાંથી બાતલ કરે છે. કાવ્ય શું, નવલકથા શું, નાટક શું, ચિત્રણ શું, કે સંગીત શું-બધાં ક્ષેત્રોમાં આ પ્રકારની જ કથા જોવા મળે છે. . એટલે વાત એમ છે કે, જે કળાને માટે લોકોની આવી ભારે મજૂરી હોમાય છે, જે કળા મનુષ્યના જીવનને કંઠિત કરે છે, અને સ્ત્રીપુરુષના પ્રેમની માઝા મુકાવે છે, તે ચીજનું ચોખ્ખું ને નક્કી સ્વરૂપ નથી; એટલું જ નહિ, પણ તેના જ ભક્તો એને એવી તો પરસ્પર-વિરોધી રીતે સમજે છે કે, કળા એટલે શું, અને ખાસ કરીને સારી ઉપયોગી કળા, (કે જેને માટે વળી આવા બધા ભાગો આપવા પડે તો તે બરદાસ્ત પણ કરી શકીએ – એ કળા) એટલે શું, તે જ કહેવું અઘરું બને છે.