________________
પ્રશ્ન શાથી ઊઠે છે
અને લહેરી જીવનથી એવા તો તે ટેવાઈ ગયેલા છે કે, તે છોડવા કરતાં ગમે તે સહી લેવા તેઓ તૈયાર થાય છે. આથી કરીને સંચાલક નિરાંતે પોતાનો મિજાજ ગુમાવે છે. અને ઉત્તમ ગણાતા સંચાલકોને તેણે પારીસ વિયેનામાં આમ જ વર્તતા જોયા છે; એટલે, એમ જ હોય, એમ તેને લાગે છે, અને પોતે માને છે કે, મહાન કલાધરો કલાના મહાકાર્યથી એવા તો ખેંચાઈ જાય છે કે, બીજા (સામાન્ય) કલાધરોની લાગણીઓને ખ્યાલ કરવા તેઓ થોભી શકતા નથી.
આનાથી વધારે ધૃણાજનક દૃશ્ય મળવું મુશ્કેલ છે. વજન ઉતરાવવામાં હાથ ન દેવા વાસ્તે એક મજૂર ગાળો દેતો, કે પૂળાની ગંજી બરોબર ન ખડકવાને માટે ગામના પટેલ ખેડૂતને વઢતો, મેં જોયા છે. અને તેઓ ચૂપકીથી સાંભળી લેતા. એ જોવું, ગમે તેવું ન-ગમતું હોવા છતાં, એટલું જાણીને તેમાં કાંઈક રાહત રહેતી કે, આ કામ જરૂરી અને મહત્ત્વનું છે, અને પટેલ પેલાને જે ભૂલને માટે ભાડે છે તે એવી છે કે, જરૂરી કામને બગાડી મૂકે.
પણ અહીં કયું કામ થાય છે? શા સારુ? કોને સારુ? બનવા જોગ છે કે, ભંડકમાં મેં જોયેલા પેલા થાકેલા માણસની પેઠે, સંચાલક થાકી ગયો હોય. અને એમ જણાતું પણ હતું. પણ એને થકવ્યો કોણે? અને શા સારુ તે થાકી મરતો હતો? જે નાટકની પાછળ તે લાગ્યો હતો, તે નાટક નાટકના શોખીનોને સામાન્ય જ લાગે એવું હતું. એટલું જ નહીં, એક ભારેમાં ભારે બેહૂદી ચીજ હતું. એક “ઇંડિયન’ રાજા પરણવા માગે છે, તેની આગળ એક કન્યા આપવામાં આવે છે; રાજા ભરથરીનો વેશ લે છે; કન્યા એ ભરથરીના પ્રેમમાં પડે છે, અને એનું દુ:ખ કરે છે; પણ પછીથી તેને માલુમ પડે છે કે, તે ભરથરી તો રાજા જ છે; એટલે સૌ કોઈ ભારે રાજી થાય છે.
કોઈ શંકા નથી કે, આવા “ઇંડિયન’ કદી હતા નહિ અને હોઈ ન શકે, અને આ નાટકિયાઓ “ઇંડિયન’ જેવા નહોતા એટલું જ નહિ, પરંતુ તેઓ જે કરતા હતા તે, આ ધરતી ઉપર, તેના જેવાં બીજાં