________________
કળા એટલે સૌન્દર્યો ? કરવા ફરજ પાડવી એ સંભવે નહિ; અને બીજું કાંઈ નહિ તો તે અગાઉ આટલું તો વિચારી લેવું જોઈએ કે, શું કળા એવું સારું ને મહત્ત્વનું કામ છે કે, ઉપર કહી એ તેની અનિષ્ટતા એનાથી ધોવાઈ જાય છે? એમ જો ન હોય તે, સંભવ છે કે, મનુષ્યોની મજૂરી, તેમનાં જીવન, અને તેમની નીતિમત્તાના ભયંકર ભેગો જે કળાદેવીને અપાય છે, તે કળા પોતે નિરુપયોગી હોય એટલું જ નહિ, પણ કદાચ નુકસાનકારક પણ હોય, એવો વિચાર કરવાની કારમી શક્યતા આપણે માથે આવે.
આથી કરીને જે સમાજમાં કલાકૃતિઓ નીપજે છે અને પોષાય છે, તે સમાજે પ્રથમ એ તપાસવાની જરૂર છે કે, જેને કળા કહેવાય છે તે ખરેખર કળા છે કે કેમ. અને (આપણા સમાજમાં મનાય છે તેમ) કળા કહેવાનું બધું સારું જ હોય છે? તથા તે ખાતે જે ભોગો આપવા પડે છે તે બધાને લાયક અને તેમને છાજે એવા મહત્ત્વની તે છે ખરી? અને દરેક વિચારવંત અને સહૃદય કલાકારને તો આ જાણવાની જરૂર તેથી પણ વધારે છે. તો તેને નીચેની બાબતોની ખાતરી થાય કે, પોતે જે કરે છે તે સાચું સાર્થક છે કે કેમ; કે પછી તે સારું જ છે એવી તેની માન્યતા, જે નાનાશીક મંડળમાં પોતે વિચરે છે, તે લોકોના ખાલી મોહ કે ગાંડપણના સંગથી, પોતામાં ફુરેલો ખોટો ભ્રમમાત્ર છે કે શું; અને મોટે ભાગે ઘણા વિલાસી હોતા તેના જીવનના નિભાવને માટે બીજાઓ પાસેથી પોતે જે લે છે, તેનો બદલો પોતાના કળાકામથી વળી રહે છે કે કેમ.
અને તેથી કરીને, અત્યારે આપણે માટે ઉપરના સવાલોના જવાબ ખાસ મહત્ત્વના છે. મનુષ્ય માટે જેનાં મહત્ત્વ અને જરૂર એવાં ગણાય છે કે, તેને ખાતર મહેનતમજૂરી, જીવન અને ભલાઈનો પણ આવો ભોગ ભલે અપાય, તે આ કળા છે શું?
સામાન્ય મનુષ્ય, કળાનો શિખાઉ, અને કલાકાર પોતે પણ આ પ્રશ્નને સાધારણત: જવાબ આપે કે, ““કળા એટલે શું?” – એ તે કેવો