________________
३७
છતાં, તે આશાવાદી છે. તે આ નિબંધમાં કહે કે, સાચી ખ્રિસ્તી કળાનો ઉદય થતો જોવા મળે છે. તે વધો, એ જ એમની માગણી છે. યુરોપના ઇતિહાસનાં પછીનાં વરસો (નકાર-બાજુએથી છતાં) આ જ પોકાર નથી કરતાં? ત્યાં ગમે તેમ હોય. હિંદમાં આપણે ગાંધીજીને ન ભૂલી શકીએ. આ પુસ્તક એ દિશામાં વિચાર પ્રેરશે અને કલાની આપણી દૃષ્ટિ વસ્તુશૂન્ય કે સૌંદર્યનિષ્ઠ યા કેવળ મનોરંજનની નહિ, પણ માનવકલ્યાણને માટે ઈશ્વરે માનવ હૃદયમાં મુકેલી એક ભારે જવાબદારી-નેજોખમ-ભરી ચિત્તશક્તિ તરીકે જોવાની થાય, તો આ અનુવાદ સફળ લેખાય.
ગાંધીજીએ પોતાના અહિંસાદર્શનને નીચેના ઇતિહાસસિદ્ધ વિધાન ઉપર મૂક્યું છે:–
દુનિયામાં આટલા બધા માણસે હજુ છે, એ જણાવે છે કે, દુનિયાનું બંધારણ હથિયારબળ ઉપર નથી, પણ સત્ય, દયા કે આત્મબળ ઉપર છે. એટલે મે એતિહાસિક પુરાવા તે એ જ છે કે, દુનિયા લડાઈના હંગામે છતાં નભી છે, એટલે લડાઈના બળ કરતાં બીજું બળ તેને આધાર છે.” (“હિંદ સ્વરાજ' પા. ૬૪)
ટૉલ્સ્ટૉય તેમનું કલાદર્શન માનવ સમાજના એવા જ એક સત્ય ઉપર મૂકે છે. તે કહે છે કે, ઇતિહાસ જુઓ, લોક કે આમજનતાનું હૃદય હમેશ સાબૂત રહેલું છે; કલા - સાચી અને શ્રેયસ્કર કલાને પારખવા માટે તેની પાસે હંમેશ સહજશક્તિ છે જ. “આપણે પણ જેને સર્વોત્તમ કલા ગણીએ છીએ તેને આમ-લોક હમેશ સમજ્યા છે અને હજીય સમજે છે.” (પા. ૮૧.) તેમાં રોગ પેઠો હોય તો તે ઉપલા ધનિક કે ઇંદ્રિયારામી લોકથી. અને તેનું કારણ “ખ્રિસ્તના બોધના ખરા, એટલે કે, પૂરેપૂરા અને અસ્વીકાર’ હતું. તેમાંથી જ કલાને નામે અત્યાચાર જન્મી શકયો. પરંતુ એ માનવ-હૃદય-વિરોધી વસ્તુ ટકી ન શકે. માત્ર જે જાગ્યા છે તેમણે અવિરત પોતાની વફાદારી સક્રિય રૂપે વ્યક્ત કરવી જોઈએ. અને કલામાં જાગૃતિ એટલે શું, એ આ ગ્રંથ અપ્રતિમ રૂપે બતાવે છે.