________________
૪૨
(
ત્યારે બાપુ, આપ કહેા છે તેમ, સત્ય જ મુખ્ય
(c
<
[ પ્રશ્ન વસ્તુ છે: સત્ય અને સૌદર્ય એ એક સિક્કાની બે બાજુ ન કહેવાય ?’ ના, ભાઇ; સત્ય એ જ મૂળ વસ્તુ. પણ તે સત્ય શિવ' હાય, ‘ સુંદર ’ હાય. સત્ય મેળવ્યા પછી તમને કલ્યાણ અને સૌંદર્યં બંને મળી રહે. આમ ઈશુ ખ્રિસ્તને હું ભારે કલાકાર કહું છું, કારણ કે, તેણે સત્યની ઉપાસના કરી સત્ય શોધ્યું અને સત્યને પ્રગટ કર્યું. મહંમદ પણ એ રીતે ભારે કલાકાર કહેવાય. તેમનું કુરાન અરબી સાહિત્યમાં સુંદરમાં સુંદર કહેવાય છે; પંડિતા તેને તેવું વર્ણવે છે. એનું કારણ શું? એનું કારણ પણ એ જ કે, તેમણે સત્ય જોયું અને સત્ય પ્રગટ કર્યું. છતાં તમે જાણા છે કે, બેમાંથી એકે જણે — (ન ઈશુએ, ન મહંમદે )— કલા ઉપર વાતિકો નથી લખ્યાં. એવા સત્ય અને એવા સૌંદર્યની હું ઝંખના કરું છું, જીવું છું, અને એને માટે પ્રાણ આપું.” (‘ નવજીવન ’, ૨-૧૧-’૨૪ માંથી)