________________
કળા એટલે શું?
દરેક શહેરમાં નાટકશાળાઓ, સંગીતશાળાઓ, વિદ્યામંડળે, કે સંગ્રહસ્થાના સારુ આલેશાન મકાનો બંધાય છે. સુતારો, કડિયા, રંગારા, ફર્નિચરવાળા, સાની, સઈએ, લુહારો, બીબાં ગાઠવનારા, વગેરે હજારો કારીગરો, કળાની માગ પૂરી પાડવા પાછળ, પોતાની આખી જિંદગીની કડી મજૂરી આપે છે. એ કુલ મજૂરી એટલી બધી થાય છે કે, એક લશ્કરી ખાતું બાદ કરતાં મનુષ્યપ્રવૃત્તિના બીજા એકે ખાતામાં ભાગ્યે જ એટલી મજૂરી ખર્ચાતી હશે.
અને આ અપાર મજૂરી જ નહિ, યુદ્ધની પેઠે આ કલાપ્રવૃત્તિમાં મનુષ્યોની જિંદગીઓ પણ હામાય છે. હજારો જણ બાળપણથી શરૂ કરીને, આખું પોતાનું આયુષ્ય, ઝપાટાબંધ હાથપગ કેમ હલાવવા (નટવર્ગ), ઝપાટાબંધ ગળું કે તંતુ વાપરી સ્વરો કેમ કાઢવા (સંગીતકાર-વર્ગ), કે રંગરેખાથી આલેખીને પોતે જોયેલાને રજૂ કેમ કરવું (ચિત્રકારો), કે દરેક વાકયમાં શબ્દોને આઘાપાછા કરી પ્રાસ કેમ મેળવવા (કવિજન), એ શીખવા પાછળ કાઢે છે. અને આ લાકા બીજી રીતે જુએ તેા બહુ ભલા અને હોશિયાર હોય છે; બધા પ્રકારની ઉપયોગી મજૂરી કરી શકે એવા હાય છે. પણ પોતાનાં ખાસ માનેલાં ને તેમાં એમનું ભાન ભુલાવતાં
આ કામા પાછળ તેઓ ઝોડની જેમ વળગે છે અને એકેન્દ્રિય બને છે; છતાં જાણે પોતે બધું પામ્યા હોય એવા આત્મસંતાષી, પરંતુ જીવનનાં બધાં ગંભીર કામેામાં મંદ, અને પોતાનાં હાથપગ, જીભ, કે આંગળીઓને ઝપાટાબંધ હલાવવામાં જ હેાશિયાર થઈ રહે છે.
અને માનવજીવન આમ કુંઠિત થઈ જાય છે એટલેથી જ આ ખરાબી અટકતી નથી. યુરોપ અમેરિકાની બધી નાટકશાળાઓમાં ભજવાતાં નવાં નાટકોમાં એક અતિ સામાન્ય નાટકનું પૂર્વાવર્તન કે પૂર્વભજવણી જોવા એક વાર હું ગયેલો, તે યાદ આવે છે.
પહેલા અંક શરૂ થઇ ગયેલા અને હું પહોંચ્યા હતા. પ્રેક્ષકોની બેઠકે જવાને માટે મારે રંગભૂમિને દરવાજેથી જવાનું થયું હતું. અંધારામાં બારણાં ને ગલીકૂંચી કરતા અને રંગભૂમિની દીવાબત્તીનું