________________
૧
પ્રશ્ન શાથી ઊઠે છે કોઈ પણ એકાદ સામાન્ય છાપું ઉઘાડો કે તેનો થોડો ભાગ, જેને કળા કહેવાય છે, તે પાછળ રોકાયેલો તમને જોવા મળશે. નવા કાવ્યગ્રંથો કે નવી લઘુ- યા નવલ- સ્થાઓ બહાર પડી હશે, તો તેનાં અવલોકનો તેમાં હશે. નવું નાટક (અને આજે તેમાં સિનેમા ઉમેરી લેવાય) ભજવાયું હશે, તો તેનું વસ્તુ તેના ગુણદોષો સાથે વર્ણવાયું હશે. તેમાં અમુક નટ કે નટીએ અમુક પાત્ર કેવું ભજવ્યું એ કહ્યું હશે. ક્યાંક સંગીતનો જલસો થયો, તો તે કેવો થયો, તેમાં અમુક ગાયક-વાદકે કઈ ચીજ કેવી સંભળાવી, તે બધાનું વિગતે વિવેચન અપાયું હશે. મોટાં શહેરમાં ચિત્રોનું, વધારે નહિ તે, એકાદ પ્રદર્શન તે અચૂક થાય જ કલાપ્રેમી વિવેચકો ઝીણામાં ઝીણી વિગતે તેની ખૂબીઓ અને ખામીઓ છાપામાં તરત ચર્ચતા થઈ જશે. નવલકથાઓ, નવાં કાવ્યો, લઘુક્શાઓ તો માસિકોમાં કે સ્વતંત્ર પુસ્તકો રૂપે લગભગ રોજ બહાર પડે છે; પોતાના વાચકોને આ કલાકૃતિઓનું વિગતે વિવેચન આપવું અને તે છાપાંવાળા પોતાની ફરજ સમજે છે.
સાર્વત્રિક કેળવણી સાધવા સારુ જે ખર્ચ કરવો જોઈએ તેના ફકત ૧૦૦મે ભાગ જ રશિયા શિક્ષણ પાછળ ખર્ચે છે. પણ તે દેશમાં કળાના નિભાવ સારુ નાટયશાળાએ, સંગીતશાળાઓ, કે વિદ્યામંડળોને ગ્રાન્ટરૂપે કરોડો રૂબલ અપાય છે. ફ્રાન્સમાં કળાને ગ્રાન્ટ તરીકે ૨ કરોડ ફ્રાન્ડ મંજૂર થયા છે. એમ જ જર્મની તથા બીજા દેશોમાં પણ કલાને ગ્રાન્ટો અપાય છે.