________________
૪૨ - છે, એવો મારો દાવો છે મારા ઓરડાને ઘળીક દીવાલો હોય, અને માથા ઉપર છાપ ન હોય, તે કળાનો હું ભારે ઉપભોગ કરી શકું એમ છું. ઉપર આકાશમાં નક્ષત્રો અને ગ્રહોની અલૌકિક લીલા જે જોવાની મળે છે, તે મને કયો ચિતારો કે કવિ આપવાનો હતો? છતાં, તેથી કળા” નામથી સમજાતી બધી વસ્તુને હું ત્યાગ કરનારો છું, એમ ન સમજશો. માત્ર આત્મદર્શનમાં જેની સાહાટ્ય મળે તેવી જ કળાનો મારે માટે અર્થ છે.”
“હું સત્યમાં અથવા સત્ય વડે સૌંદર્ય જોઉં છું. મને તો સત્યના પ્રતિબિંબવાળી બધી વસ્તુઓ સુંદર લાગે. . .”
[ પ્રશ્ન – “ પણ સત્ય એ જ સૌંદર્ય અને સૌંદર્ય એ જ સત્ય નહિ?”].
ના. સૌંદર્ય એટલે શું, એ મારે જાણવું જોઈએ. સામાન્ય લોકો જેને સુંદર કહે છે તેને તમે સત્ય કહેતા હો, તે સત્ય અને સુંદરતા વચ્ચે ગાડેગાડાંનું અંતર છે. . . . ”
[પ્રશ્ન –“ભવ્ય સૂર્યાસ્તો અને ચંદ્રોદયના સૌંદર્ય પાછળ આપણે ઘેલા થઈએ છીએ, એમાં કાંઈ સત્ય ખરું?”]
બેશક, તેમાં સત્ય ભરેલું છે, કારણ તેને લીધે તેની પાછળ રહેલા સરજનહારનું મને ચિંતન થાય છે અને દર્શન થાય છે. સૂર્યાસ્તના રૂડા રંગ અને ચંદ્રોદયને શાંત પ્રકાશ જોઈને મને જ્યારે આનંદ થાય છે, ત્યારે વિશ્વવિધાતાની પૂજામાં મારું હૈયું ઊભરાય છે. એ વિધાતાની પ્રત્યેક કૃતિમાં એનું જ દર્શન અને એની અપાર કરુણાનું હું દર્શન કરવાનો પ્રયત્ન કરું છું. પણ એ “રૂડા સંધ્યાગો’ અને ચંદ્રોદયો પણ જો મને રૂપથી મોહિત કરી જગનિયંતાનો વિચાર ન કરવા દે, તે તે અંતરાયરૂપ જ થઈ પડે. . . . શરીર જો મોક્ષની આડે આવે તો તે ભ્રામક વસ્તુ છે, તેમ જ આત્માની ગતિને રોકનાર વસ્તુમાત્ર ભ્રામક છે.” . . .