________________
૪૦ ,
ટૉલ્સ્ટૉયે કહ્યું તે બીજાએએ નથી કહ્યું એમ નહિ. પણ એમની ભાષામાં ચમત્કાર હતો, કેમ કે તેને એમણે અમલ કર્યો. ગાદીતકિયે બેસનાર તે મજૂરી કરવા લાગ્યા. આઠ કલાક ખેતીનું કે બીજી મજૂરીનું તેમણે કામ કર્યું. એટલે એમણે સાહિત્યનું કામ ન કર્યું એમ નહિ. જ્યારે તે શરીરમહેનત કરતા થયા ત્યાર પછી તો એમનું સાહિત્ય વધારે શોલ્યું. એમણે જેને પોતાનું મોટામાં મોટું પુસ્તક કહેલું છે તે ‘કલા એટલે શું ?’ એ તેમણે આ યજ્ઞકાળમાં મજરી ઉપરાંતના વખતમાં લખેલું. મજરીથી તેમનું શરીર ન ઘસાયું; તેમની બુદ્ધિ વધારે તેજસ્વી થઈ એમ તેમણે માનેલું. અને એમના ગ્રંથોના અભ્યાસીઓ કહી શકશે કે, એ સાચી વાત છે. (‘નવજીવન’, ૨૬-૯-૧૯૨૮ માંથી.)
સાચી કલાકૃતિ તો સૌને રસ આપે. . . . ક્લા શા માટે બધા લોકોને રસ પડે એવી થવા ન ઇચ્છે? . . . કલાનો ઊગમ પ્રકૃતિ છે. એટલે માતા જો કંજૂસાઈ કરતી નથી, તો સંતાન શા માટે કરે ? . . . કલાકાર શા માટે પોતાના એક નાના વાડામાં જ પોતાને પૂરી રાખે? જનમનના પ્રાણની ધરતીથી વિખૂટો થઈને તે કદી જીવી શકે ખરો ? . . .”
મને તો એમ લાગે છે કે, શ્રેષ્ઠ વિચાર, દર્શન અથવા ધર્મની ગરિષ્ઠ વાણી સૌને જ અસર કરે છે. હું તો એવા પ્રકારની વિશેષજ્ઞતા ઉપર મોહી પડતો જ નથી, જેનો અર્થ અને વ્યંજના બે ચાર જણ. સિવાય બધાંને ઉખાણાં જેવી લાગે. તેનું મને તો એક જ પરિણામ આવતું દેખાય છે કે, કલાકારોનું મગજ ગરમ થઈ જાય છે – બધા પ્રત્યે લાગણીને બદલે તેમના મનમાં અવજ્ઞા જન્મે છે. એક રીતે જે કલા માણસો વચ્ચે એકતા સ્થાપવાને બદલે તેમને જુદા પાડે છે, તેનું મહત્ત્વ શામાં છે, કહો જોઉં?” . . .
“એટલું કહું છું કે, કલાને નામે આત્મસંતોષ અને આત્મવંચનાને ન પોષો. એટલું યાદ રાખો કે, સમસ્ત માનવો પ્રત્યે તમારું કર્તવ્ય