________________
३५
ને જાહેર કર્યું કે, અહંતા કે, અમિતા સત્ય છે અને તેને એક ધર્મ તત્ત્વને ઉચ પદે ચડાવી.” ૧
અને આવી હડહડતી બનાવટ બની શકે, એ પણ સિદ્ધ છે. તે કહે છે, “વાદોનું નસીબ, તે જે સમાજમાં અને જેને માટે શોધાયા હોય તે સમાજ કઈ ભૂલદશામાં ગુજરે છે, તેના ઉપર અવલંબે છે. સમાજનો અમુક ભાગ જે અસત્ય દશામાં રહેતો હોય, તેને જો અમુક વાદ પરમાણે, તો વાદ ભલેને ગમે તેવો પાયા વગરનો કે ઉઘાડો ખોટો હોય, તે છતાં સમાજનો તે ભાગ (તેને) સ્વીકારે છે, અને તેને માટે તે વાદ ધર્મશ્રદ્ધાની વસ્તુ બની જાય છે. દા. ત. માણૂસનો વાદ. . . . માકર્સને વાદ. . . .” (પા. પ૨.).
યુરોપના અર્વાચીન યુગમાં ધનિક અને ગરીબ-મજૂરિયાત એવા બે વર્ગો પડ્યા; તેમાંના પહેલાએ કલામાં પણ અલગતા સેવી. અને આ સૌંદર્યવાદ તેમને ભાવતો આવ્યો અને તે ચાલ્યો,-એમ ટૂંકમાં તેમનું નિદાન છે,
આ નિદાન આજના સમાજવાદીનેય ગમે એવું છે.
પરંતુ બેની ભૂમિકામાં આભ-જમીનનો ફેર છે. માર્સ પણ એ જ જમાનાનો ફિલસૂફ અને નિરીક્ષક હતો. ટૉલ્સ્ટૉય અને તે સમકાલીન હતા. પરંતુ માર્સે પોતાના વિચારને આર્થિક પાયામાં ઢાળ્યા, કારણ કે માનવ પ્રણી અને તેના સમાજ પ્રત્યેનું તેનું નિરીક્ષણ-બિંદુ જડવાદી
૧. સિંકલેર આને જ “મેમન આર્ટ ”માં “ the exclusive and fastidious individualist culture of our time ” કહે છે; (પા. ૨૭૬) જે ટીકા સ્ટેચ અહીં અહંતા શબ્દ દ્વારા કરે છે.
૨. પ્રસિદ્ધ સમાજવાદી અપ્ટન સિકલેરે એ જ તત્ત્વ ઉપર કલાની સમાલે ચના માટે “મૈમન-આર્ટ' ગ્રંથ લખ્યો છે. અને જોન લેંગ્ડન ડેવિસ તેના “શૈર્ટ હિસ્ટરી ઓફ ધી ફયૂચર ” માં કલાના ભવિષ્ય વિષે જે કહે છે, તે લગભગ સ્ટેચના ૧૯મા પ્રકરણને મળતું છે. ફેર માત્ર એ છે કે, ડેવિસ સમાજવાદી નાસ્તિક છે.